Not Set/ અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘનટા ટળી, રન-વે પર સલસલા દોડતા દેખાયા, બે વિમાન ટકરાતા બચ્યા

અમદાવાદ: શુક્રવારે દિલ્હી જઇ રહેલી સ્પાઇસજેટની ફ્લાઇટે છેલ્લી ઘડીએ ટેકઓફ કરવાની ના પાડતાં જણાવાયું હતું કે, ઇન્ડીગોની બીજી ફ્લાઇટને કારણે રનવે ક્લિયર નથી. જ્યારે ઇન્ડીગોના પાયલોટે કહ્યું હતું કે, રનવે પર સસલા દોડતાં હોવાથી તેમને કંઇ સમજાયું નહોતું. આ સમગ્ર મામલે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદથી દિલ્હી જઇ રહેલી […]

India
plane 25 02 2017 1488019482 storyimage અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘનટા ટળી, રન-વે પર સલસલા દોડતા દેખાયા, બે વિમાન ટકરાતા બચ્યા

અમદાવાદ: શુક્રવારે દિલ્હી જઇ રહેલી સ્પાઇસજેટની ફ્લાઇટે છેલ્લી ઘડીએ ટેકઓફ કરવાની ના પાડતાં જણાવાયું હતું કે, ઇન્ડીગોની બીજી ફ્લાઇટને કારણે રનવે ક્લિયર નથી. જ્યારે ઇન્ડીગોના પાયલોટે કહ્યું હતું કે, રનવે પર સસલા દોડતાં હોવાથી તેમને કંઇ સમજાયું નહોતું.

આ સમગ્ર મામલે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદથી દિલ્હી જઇ રહેલી સ્પાઇસજેટની ફ્લાઇટ (SG 912)માં 142 પેસેન્જર્સ હતા.

અધિકારીએ જણાવ્યા અનુસાર, સ્પાઇસજેટની ફ્લાઇટે એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) પાસેથી બીજા રનવે પર જવા માટે પરવાનગી માંગી હતી. પાયલટ ડિપાર્ચર ક્લિયરન્સની રાહ જોઇ રહ્યાં હતાં. આ દરમિયાન ઇન્ડીગોની ફ્લાઇટે બીજા રનવેનું ક્લિયરન્સ આપ્યું હતું. ઇન્ડીગોએ ATCને કન્ફર્મ કર્યું કે તેને ટેકઓફ માટે પરવાનગી આપવામાં આવે. અમુક સેકન્ડ બાદ એટીસીએ નોટિસ કર્યું કે ઇન્ડીગોની ફ્લાઇટ ટેક્સી એક્ઝિટ ટ્રેક પાસે રોકાઇ ગઇ છે અને ફ્લાઇટનો થોડો ભાગ રનવે પર પણ હતો. સ્થિતિને જોતાં એટીસીએ સ્પાઇસજેટને પોતાની જગ્યાએ ઉભા રહેવા કહ્યું હતું. છેલ્લી ઘડીએ પાયલોટને ટેકઓફ કરતાં રોકવામાં આવ્યો હતો.