Not Set/ જુઓ, અમદાવાદમાં કાંકરિયા લેક ખાતે આ આગામી ગુજરાતી ફિલ્મનું થયું શુટિંગ

અમદવાદમાં બુધવારે કાંકરિયા ખાતે આવનારી ગુજરાતી ફિલ્મ ફેરા ફેરી હેરા ફેરીના શુટિંગ માટે બોલીવુડમાં મશહુર  કોરીઓગ્રાફર ગણેશ આચાર્ય અને પદ્મશ્રી એવોર્ડ મેળવેલ પ્રખ્યાત કલાકાર મનોજ જોશી આવ્યા હતા. ગણેશ આચાર્ય ખાસ આ ગુજરાતી ફિલ્મના શુટિંગ માટે અમદાવાદ આવ્યા છે અને આ તેમની કારકિર્દીની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે.   કોરીઓગ્રાફર ગણેશ આચાર્યએ કહ્યું કે, મનોજ જોશી […]

Gujarat Entertainment
1115654564 જુઓ, અમદાવાદમાં કાંકરિયા લેક ખાતે આ આગામી ગુજરાતી ફિલ્મનું થયું શુટિંગ

અમદવાદમાં બુધવારે કાંકરિયા ખાતે આવનારી ગુજરાતી ફિલ્મ ફેરા ફેરી હેરા ફેરીના શુટિંગ માટે બોલીવુડમાં મશહુર  કોરીઓગ્રાફર ગણેશ આચાર્ય અને પદ્મશ્રી એવોર્ડ મેળવેલ પ્રખ્યાત કલાકાર મનોજ જોશી આવ્યા હતા. ગણેશ આચાર્ય ખાસ આ ગુજરાતી ફિલ્મના શુટિંગ માટે અમદાવાદ આવ્યા છે અને આ તેમની કારકિર્દીની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે.

11111111 જુઓ, અમદાવાદમાં કાંકરિયા લેક ખાતે આ આગામી ગુજરાતી ફિલ્મનું થયું શુટિંગ

111658454 જુઓ, અમદાવાદમાં કાંકરિયા લેક ખાતે આ આગામી ગુજરાતી ફિલ્મનું થયું શુટિંગ

1115864564 જુઓ, અમદાવાદમાં કાંકરિયા લેક ખાતે આ આગામી ગુજરાતી ફિલ્મનું થયું શુટિંગ

11198686 જુઓ, અમદાવાદમાં કાંકરિયા લેક ખાતે આ આગામી ગુજરાતી ફિલ્મનું થયું શુટિંગ

1115685 જુઓ, અમદાવાદમાં કાંકરિયા લેક ખાતે આ આગામી ગુજરાતી ફિલ્મનું થયું શુટિંગ

 

કોરીઓગ્રાફર ગણેશ આચાર્યએ કહ્યું કે, મનોજ જોશી કે જેમને હાલમાં જ પદ્મશ્રી એવોર્ડથી નમાજવામાં આવ્યા છે તેમણે કોરીઓગ્રાફી માટે મને કીધું એ મારું બહુ મોટું સૌભાગ્ય છે. મને ગુજરાતી ભાષા, પહેરવેશ અને ગુજરાતી ફિલ્મ ગમે છે. હું ગુજરાતીઓને એક જ વાત કહેવા માંગીશ કે ગુજરાતી ફિલ્મ તમારે જોવી જોઈએ અને ગુજરાતી ફિલ્મની ઇન્ડસ્ટ્રી પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. વધુમાં અમદાવાદના વખાણ કરતા ગણેશ આચાર્યએ કહ્યું કે, અમદાવાદ મને મારા ઘર જેવું જ લાગે છે. અહીના લોકો અને ફૂડ મને બહુજ ગમે છે.

joshi જુઓ, અમદાવાદમાં કાંકરિયા લેક ખાતે આ આગામી ગુજરાતી ફિલ્મનું થયું શુટિંગ

પ્રખ્યાત ફિલ્મ અને ટીવીના એક્ટર મનોજ જોશીએ કહ્યું કે, કોરીઓગ્રાફર ગણેશ આચાર્યએ અમારા ફિલ્મના ગીતમાં ચાર ચંદ લગાડી દીધા છે. ફેરાં ફેરી હેરા ફેરી ફિલ્મમાં સંપૂર્ણ મનોરંજન હશે. એપ્રિલમાં રિલીઝ થનારી આ ફિલ્મએ સંપૂર્ણ ફેમીલી સાથે જોઈ શકાય તેવી છે. ધમાલ અને કોમેડીનું ફૂલ મિશ્રણ હશે. આ ફિલ્મમાં એક હિન્દી ફિલ્મમાં જેવો માહોલ હોય છે તેવો જ માહોલ આ ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું ગીત ચાલતું હશે ત્યારે તમારા પગ ચોક્કસથી થીરકશે. મારું અમદાવાદ, મારું ગુજરાત એટલું સુંદર છે કે બીજે ક્યાય જવાની જરૂર નથી એવું મનોજ જોશીએ કહ્યું હતું. અમદાવાદ ‘ ફિલ્મ ફ્રેન્ડલી ‘ સીટી છે.

મંતવ્ય ન્યુઝ સાથે મનોજ જોશી અને કોરીઓગ્રાફર ગણેશ આચાર્ય કરેલી વાતચીત પરથી એવું લાગી રહ્યું છે કે આ ગુજરાતી ફિલ્મ ફેરાં ફેરી હેરા ફેરીએ ખુબ મજેદાર ફિલ્મ હશે.