Accident/ અરવલ્લીમાં કાર ચાલકે પદયાત્રીઓને અડફેટમાં લેતા 6 લોકોના ઘટનાસ્થળે મોત,6ની હાલત ગંભીર,સરકારે વળતરની કરી જાહેરાત

ગુજરાતના અરવલ્લીમાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કાર ચાલકે પદયાત્રીઓને ટક્કર મારતા છ લોકોનો મોત નિપજ્યા છે. 

Top Stories Gujarat
13 2 અરવલ્લીમાં કાર ચાલકે પદયાત્રીઓને અડફેટમાં લેતા 6 લોકોના ઘટનાસ્થળે મોત,6ની હાલત ગંભીર,સરકારે વળતરની કરી જાહેરાત
  • અરવલ્લીમાં માલપુરના કૃષ્ણાપુર પાસેની ઘટના
  • પદયાત્રીઓને કાર ચાલકે કચડી માર્યા
  • ઇનોવા કારના ચાલકે પદયાત્રીઓને કચડયા
  • અકસ્માતમાં સ્થાનિક વ્યકિત સહિત કુલ 6 લોકોના મોત
  • અન્ય 6 જેટલા પદયાત્રીઓ ઇજાગ્રસ્ત
  • તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખસેડાયા
  • પદયાત્રીઓ પંચમહાલ કાલોલના અલાલીના વાતની

ગુજરાતના અરવલ્લીમાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કાર ચાલકે પદયાત્રીઓને ટક્કર મારતા છ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે અને છ લોકોની હાલત અતિ ગંભીર છે,સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. અરવલ્લીમાં માલપુરના કૃષ્ણાપુર પાસે એક ઇનાવો ચાલકે પોતાની કારને ઓવરસ્પીડ ચલાવી હતી જેના લીધે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા પદયાત્રીઓને ટક્કર મારી હતી જેમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હદતા અને 6 લોકેની હાલત અતિ ગંભીર છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બે કિલોમીટરમાં કરૂણ બૂમો સંભળાતી હતી,આજુબાજુના લોકો સત્વરે મદદે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી,પોલીસ કાફલા સાથે ઘટનાસ્થલે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી, અને ઇજાગ્રસ્તોને નજીકના માલપુર સીએચસી સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા ,આ પદયાત્રીઓ પંચમહાલના કાવોવોના અલાલી ગામના વતની છે.

સરકારે અકસ્માત મામલે વળતરની જાહેરાત કરી છે, મૃત્યુ પામનારના પરિવારને 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર આપવામાં આવશે.

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે, ઇજાગ્રસ્તોને પણ સતવરે નજીકના સીએચસી સેન્ટરમાં મોકલી આપ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.