Not Set/ રાજકોટમાં 1.60 લાખની નકલી ચલણી નોટો સાથે બે મહિલા સહિત ત્રણની ધરપકડ

અમદાવાદ: રાજકોટ સહીત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નકલી ચલણી નોટો છાપવાના કૌભાંડ અવારનવાર બહાર આવી રહ્યા છે. આજે પણ રાજકોટ પાસેના સરધાર ગામ પાસેથી નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ સામે આવ્યું છે. આજી ડેમ પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં રૂપિયા 2000 અને 500ના દરની કુલ 87 નોટો સાથે બે મહિલા સહીત ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી […]

Top Stories Rajkot Gujarat Trending
Three Person including two women were arrested in fake currency notes worth 1.60 lakh in Rajkot

અમદાવાદ: રાજકોટ સહીત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નકલી ચલણી નોટો છાપવાના કૌભાંડ અવારનવાર બહાર આવી રહ્યા છે. આજે પણ રાજકોટ પાસેના સરધાર ગામ પાસેથી નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ સામે આવ્યું છે. આજી ડેમ પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં રૂપિયા 2000 અને 500ના દરની કુલ 87 નોટો સાથે બે મહિલા સહીત ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાના સરધાર પાસેથી આજી ડેમ પોલીસે મોટી સંખ્યામાં ડુપ્લિકેટ ચલણી નોટોનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસને બાતમી મળી હતી કે, રાજકોટના અલગ અલગ વિસ્તારમાં રહેતા વહિદા રામોલિયા, મંજુબેન સોની નામની બે મહિલાઓ તેમજ વસંત હાડા નામના શખ્સ સહીત પોલીસે ત્રણ વ્યક્તિને સરધાર નજીક એક સ્થળેથી ડુપ્લિકેટ ચલણી નોટો છાપતા હતા અને ઈંડા અને ફાકી (પાનનો મસાલો) લઈને દુકાનોમાંથી આ નકલી નોટો વટાવી રહ્યા છે.

આ બાતમીના આધારે આજી ડેમ પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં ઉપરોક્ત બંને મહિલા સહીત ત્રણેય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ ત્રણેય પાસેથી રૂ. 1.68 લાખથી પણ વધુના દરની ડુપ્લિકેટ ચલણી નોટોનો જથ્થા સાથે પકડી પાડ્યા છે. આ ઝડપાયેલા નકલી ચલણી નોટોના જથ્થામાં રૂ. 2000ના દરની 83 નોટો અને 500ના દરની ચાર નવી ચલણી નોટોનો સમાવેશ થાય છે.

આજી ડેમ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા આરોપી પાસેથી 2000 હજારના દરની 83 નોટો અને 500ના દરની 4 નોટો મળી આવી છે. પોલીસે દરોડા દરમિયાન નકલી ચલણી નોટોના જથ્થા સાથે ડુપ્લિકેટ નોટો છાપવાનું કલર પ્રિન્ટર અને 8 કોરા કાગળો પણ મળી આવ્યા હતા તેને પણ કબજે લીધા હતા. આ મામલે આજી ડેમ પોલીસે ત્રણેય સામે ગુન્હો નોધીને વધુ તપસ હાથ ધરી છે.