આગાહી/ કોરોનાનાં વધતા કેસ વચ્ચે હવે હવામાન વિભાગે કરી આ આગાહી

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં તપતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.

Top Stories Gujarat Others
mmata 107 કોરોનાનાં વધતા કેસ વચ્ચે હવે હવામાન વિભાગે કરી આ આગાહી
  • રાજ્યના હવામાન વિભાગની આગાહી
  • આજે મ.ગુજરાતમાં, સુરતમાં વરસાદની વકી
  • 40 કિમીની ઝડપે પવન સાથે પડી શકે વરસાદ
  • દાહોદ, મહીસાગર, પંચમહાલ, નર્મદા, વડોદરાને થશે અસર
  • સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હિટવેવની આગાહી
  • પોરબંદર, ગીર સોમનાથમાં હિટવેવની આગાહી

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં તપતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યનાં હવામાન વિભાગે મધ્ય ગુજરાત અને સુરતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે.

માણસ ભૂલ્યો માણસાઈ / રેમડેસિવિરની અછત વચ્ચે આ હોસ્પિટલનાં કર્મચારીએ ચોરી કર્યા ઈન્જેક્શન

રાજ્યનાં બુધવારે પણ ઘણા શહેરોમાં વાતાવરણ અચાનક પલટો આવ્યો હતો. ત્યારે હવામાન વિભાગે હવે રાજ્યમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. દાહોદ, મહીસાગર, પંચમહાલ, નર્મદામાં આ કમોસમી વરસાદની આગાહી છે. વળી બીજી તરફ સૌરાષ્ટ્રનાં બે જિલ્લામાં હિટવેવની આગાહી છે. આ ઉપરાંત પોરબંદર, ગીર સોમનાથમાં હિટવેવની આગાહી છે.

અમદાવાદ / થલતેજ સ્થિત સ્મશાનમાં અંતિમ વિધિ માટે વેઈટિંગનાં દ્રશ્યો, શબવાહિનીઓની લાંબી લાઈન

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ