Strike/ ખાનગીકરણનો કર્યો વિરોધ બેંક, LIC, પોસ્ટ સહિત લાખો કર્મીઓની આજે હડતાલ

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા શ્રમ કાયદાઓમાં કામદારોના હિતને નુકશાન કરે તેવા સુધારા કરી રહી હોઇ તેના વિરોધમાં બુધવારે તા.2જી સપ્ટેમ્બરે કેન્દ્રિય કામદાર સંગઠનો દ્વારા દેશવ્યાપી હડતાળનું

Top Stories Gujarat Others
bankstrike ખાનગીકરણનો કર્યો વિરોધ બેંક, LIC, પોસ્ટ સહિત લાખો કર્મીઓની આજે હડતાલ
  • આજે દેશવ્યાપી બેંક કર્મીઓની હડતાળનું એલાન
  • સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના નેજા હેઠળ આજે હડતાળ
  • એસબીઆઇ- સિવાયના બેંક કર્મચારીઓની હડતાળ
  • એઆઇબીઇએ એટલે ઓલ ઇન્ડિયા બેંકર્સ એમ્પ્લોયી એસો.
  • કેન્દ્રસરકારના કાયદાના વિરોધરૂપે અપાયું છે હડતાળનું એલાન
  • શ્રમ કાનૂન-કૃષિ કાયદો અને ખાનગીકરણનો કર્યો વિરોધ
  • SBI અને BOB સિવાયની બેંકના 4 લાખ કર્મચારીઓ જોડાશે
  • LIC ના તમામ કર્મચારીઓ હડતાળમાં જોડાશે
  • ગાંધીનગરના 600 જેટલા કર્મચારી હડતાળમાં જોડાશે
  • પોસ્ટ અને વીમાના કર્મચારીઓ પણ જોડાશે હડતાળમાં

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા શ્રમ કાયદાઓમાં કામદારોના હિતને નુકશાન કરે તેવા સુધારા કરી રહી હોઇ તેના વિરોધમાં બુધવારે તા.2જી સપ્ટેમ્બરે કેન્દ્રિય કામદાર સંગઠનો દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન અપાયું છે. કામદાર હડતાળમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ઇન્ડિયન ઓવરસિઝ બેંક સિવાયની તમામ રાષ્ટ્રીયકૃત બેંક્સ તેમજ ઇન્કમટેક્સ કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ અને સામેલ થવાના હોઇ બુધવારે વડોદરા શહેર-જિલ્લામાં બેંકિંગ અને ઇન્કમટેક્સ વિભાગની કામગીરી ઠપ થઇ જશે. બુધવારે સવારે 11 કલાકે સંયુક્ત કામદાર સમિતિના નેજા હેઠળ માંડવી ખાતેથી કામદારો-કર્મચારીઓની રેલી યોજાશે.

મજુર કાયદાઓમાં કામદાર વિરોધી સુધારા કરાતાં કામદાર સંગઠનોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. ઉપરાંત કામદાર સંગઠનો દ્વારા સરકાર પાસે વિવિધ 10 માગણીઓ રજૂ કરી તેનો ઉકેલ લાવવાનું જણાવી બુધવારે હડતાળનું એલાન અપાયું છે. વડોદરામાં સંયુક્ત કામદાર સમિતિના નેજા હેઠળ વડોદરા શહેર તેમજ આસપાસના નાના-મોટા ઉદ્યોગોમાં કામ કરતા અંદાજે 12 હજારથી વધુ કામદારો હડતાળમાં સામેલ થશે.

બુધવારની હડતાળમાં વડોદરા શહેર-જિલ્લામાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ઇન્ડિયન ઓવરસિઝ બેંક સિવાયની અન્ય તમામ રાષ્ટ્રીયકૃત બેંક્સના અંદાજે 6200 થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ સામેલ થવાના હોઈ બેંકિંગ કામગીરી ઠપ થઇ જતાં હજારો ગ્રાહકોને બુધવારે હાલાકી વેઠવી પડશે. ઉપરાંત વડોદરા ઇન્કમટેક્સ કચેરીના 300 થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ પણ હડતાળમાં સામેલ થશે. જેથી બુધવારે ઇન્કમટેક્સ કચેરીની કામગીરી પણ ઠપ થશે. વડોદરામાં બુધવારે સવારે 11 કલાકે માંડવી-નજરબાગ પેલેસ ખાતેથી સંયુક્ત કામદાર સમિતિના ઉપક્રમે કામદારોની વિશાળ રેલી યોજાશે. રેલી માંડવીથી શરૂ થઇ એમ.જી.રોડ, ન્યાયમંદિર, ગાંધીનગર કલેકટર કચેરી પહોંચશે. જયાં આવેદનપત્ર સુપરત કરાશે.

કામદારોની રેલીને મંજૂરી

બુધવારે કામદાર સંગઠનોની હડતાળ અંતર્ગત માંડવી-નજરબાગ ખાતેથી સંયુક્ત કામદાર સમિતિના નેજા હેઠળ રેલી યોજાનાર છે. રેલીમાં બેંક્સ અધિકારીઓ-કર્મચારીઓ અને કામદારો સામેલ થશે. કામદારો-કર્મચારીઓની રેલીને મંગળવારે સાંજે પોલીસ તરફથી પરમીશન આપવામાં આવી હતી.

બુધવારની કામદાર સંગઠનોની હડતાળમાં રાષ્ટ્રીય સ્તરે કાર્યરત બેંક અધિકારીઓ-કર્મચારીઓના 9 પૈકી 7 યુનિયન જોડાનાર છે. ઉપરાંત સહકારી બેંક્સ અને ગ્રામીણ બેંક્સ પણ હડતાળમાં સામેલ થવાની છે. બીજી તરફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસિઝ બેંકનો સ્ટાફ હડતાળમાં સામેલ થશે નહીં. તેમ છતાં મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંક્સનો સ્ટાફ હડતાળમાં જોડાનાર હોઇ બેંકિંગ કામગીરી ઠપ રહેશે. પરિણામે બુધવારે વડોદરા શહેર-જિલ્લામાં અંદાજે ~350 કરોડની રકમના ચેક્સનું ક્લિયરિંગ અટવાઇ પડશે.

આજની હડતાળમાં કોણ-કોણ જોડાશે?

અંદાજે ~350 કરોડનું ક્લિયરિંગ અટવાશે
12,000થી વધુ રેલવે તેમજ ખાનગી કંપનીના કામદારો
300થી વધુ IT અધિકારીઓ-કર્મચારીઓ
6200થી વધુ બેંક્સ અધિકારીઓ-કર્મચારીઓ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…