Not Set/ અમદાવાદ/ ઓડાના મકાનમાં ચાલી રહેલા દેહવ્યાપારનો પર્દાફાશ, પોલીસે 11 યુવતીઓને કરાવી મુક્ત

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓડાના મકાનમાં ચલી રહેલ દેહવ્યાપારના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડ્યા હતા અને દેહવ્યાપારના રેકેટમાં ફસાયેલી 11 યુવતીઓને બચાવી હતી. તપાસમાં એવું બહાર આવ્યું છે કે રાજુ યાદવ નામનો વ્યક્તિ ઘણા સમયથી યુવતીઓને બંધક બનાવી રહ્યો હતો, અને તેનો વેપાર કરતો હતો. દરોડા દરમિયાન, ઘણી છોકરીઓએ જાણ કરી […]

Ahmedabad Gujarat
6dc02ce7d035e7f63832808c6fc5e0b6 અમદાવાદ/ ઓડાના મકાનમાં ચાલી રહેલા દેહવ્યાપારનો પર્દાફાશ, પોલીસે 11 યુવતીઓને કરાવી મુક્ત
6dc02ce7d035e7f63832808c6fc5e0b6 અમદાવાદ/ ઓડાના મકાનમાં ચાલી રહેલા દેહવ્યાપારનો પર્દાફાશ, પોલીસે 11 યુવતીઓને કરાવી મુક્ત

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓડાના મકાનમાં ચલી રહેલ દેહવ્યાપારના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડ્યા હતા અને દેહવ્યાપારના રેકેટમાં ફસાયેલી 11 યુવતીઓને બચાવી હતી.

તપાસમાં એવું બહાર આવ્યું છે કે રાજુ યાદવ નામનો વ્યક્તિ ઘણા સમયથી યુવતીઓને બંધક બનાવી રહ્યો હતો, અને તેનો વેપાર કરતો હતો. દરોડા દરમિયાન, ઘણી છોકરીઓએ જાણ કરી કે તેઓને બળજબરીથી બંધક બનાવીને રાખવામાં આવી છે.

મળતી માહિતી મુજબ કૃષ્ણનગર પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર, બંગાળ અને મુંબઇની યુવતીઓને નોકરી મળવાના બહાને અમદાવાદ લાવવામાં આવે છે. તેઓને અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઓડાના મકાનમાં રાખવામાં આવી હતી.

અહીં યુવતીઓને દેહવ્યાપાર કરવા દબાણ કરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે એક ગ્રાહકની ધરપકડ પણ કરી હતી. જો કે મુખ્ય આરોપી રાજુ યાદવ ફરાર છે. હાલમાં તેની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.