Ahmedabad/ પ્રેમ પ્રકરણમાં “તું મારી નઈ તો કોઈની નઈ” ડાયલોગના સર્જાયા દ્રશ્યો, ખેલાયો લોહિયાળ ખેલ

રંજને જિમ્મીને સગાઈની જાણકારી આપીને પ્રેમ સંબંધને સમાપ્ત કરવાનું કહ્યું હતું. પણ જિમ્મી પ્રેમમાં પાગલ હતો. તેણે રંજને સાંભળ્યું નહીં. યુવતીએ પણ તેના ઘરે આ વાત નહોતી કરી. થોડા મહિના પહેલા, રંજન તેના પરિવારને કહે છે કે જિમ્મી તેને હેરાન કરે છે.

Ahmedabad Gujarat
a 210 પ્રેમ પ્રકરણમાં "તું મારી નઈ તો કોઈની નઈ" ડાયલોગના સર્જાયા દ્રશ્યો, ખેલાયો લોહિયાળ ખેલ

શહેરના ઓઢવ વિસ્તારની રહેવાસી યુવતી તેના જ ફ્લેટમાં રહેતા યુવકના પ્રેમમાં પડી ગઈ હતી. પરંતુ જ્યારે આ વાતની જાણ પરિવારને થઇ તો તેઓએ યુવતીની સગાઇ તેમના જ સમાજના યુવક સાથે કરી દીધી હતી. પરિવારે યુવતીને સમજાવીને આ પ્રેમ સંબંધ ન રાખવા જણાવ્યું હતું. તેથી તેણે તેના પ્રેમી સાથે ફોન પર વાત ઓછી કરી દીધી હતી. પ્રેમી યુવતીના પ્રેમમાં પાગલ હતો.

યુવતી અને તેના મંગેતર સાથે વાત કરતી વખતે તે હંમેશાં કહેતો હતો કે જો તું મારી નઈ તો કોઈ ની નઈ. આ જ ડાયલોગ સાથે પ્રેમીએ યુવતી પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. લોહિયાળ પરિસ્થિતિમાં યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

આ પણ વાંચો : જુહાપુરામાં બાળકી મળી હોવાની ફરિયાદ કરનાર નિકળ્યો બાળકીનો પિતા, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

ઓઢવ પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધીને હત્યાનો પ્રયાસ કરી તપાસ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનની 26 વર્ષીય રંજન (નામ બદલ્યું છે). તે તેના માતા-પિતા અને બે બહેનો સાથે ઓઢવમાં રહે છે. તેણી સીવવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

7 વર્ષ પહેલાં, રંજનની તેના ફ્લેટમાં રહેતા જિમ્મી નામના યુવાન સાથે મિત્રતા બની હતી. આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. પરંતુ ઘરમાં રંજન મોટી હોવાને કારણે લગ્ન એટલા જલ્દી શક્ય નહોતાં. તેણે જીમ્મીને સમજાવ્યો હતો. પાછળથી માતાપિતાના આદેશથી રંજને 2020 માં રાજસ્થાનના એક યુવાન સાથે સગાઈ કરી.

રંજને જિમ્મીને સગાઈની જાણકારી આપીને પ્રેમ સંબંધને સમાપ્ત કરવાનું કહ્યું હતું. પણ જિમ્મી પ્રેમમાં પાગલ હતો. તેણે રંજને સાંભળ્યું નહીં. યુવતીએ પણ તેના ઘરે આ વાત નહોતી કરી. થોડા મહિના પહેલા, રંજન તેના પરિવારને કહે છે કે જિમ્મી તેને હેરાન કરે છે. તે જ સમયે, જિમ્મીએ સગાઈ તોડવાની રંજનના મંગેતરને ધમકી આપી હતી. જિમ્મી રંજન અને તેના મંગેતર કહ્યું કે જો તું મારી નઈ તો કોઈ ની નઈ.

આ પણ વાંચો :સુરતમાં માસૂમ અસુરક્ષિત, બાળકીનું અપહરણ કરાયા બાદ આચરવામાં આવ્યું દુષ્કર્મ

સોમવારે, રંજન તેના મંગેતર સાથે વિડીયો કોલ પર વાત કરી રહી હતી. તે જ સમયે જિમ્મી છત પરથી નીચે આવી અને રંજનનો ચહેરો દબાવ્યો. રંજન તેની પકડમાંથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી રહી હતી કે જિમ્મીએ રંજનને ત્રણથી ચાર વાર હુમલો કર્યો. લોકો આવ્યા ત્યારે તે છટકી ગયો હતો. રંજનને તબીબી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઓઢવ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ