India China Tawang/ ચીનનો દાવ અવળો પડ્યોઃ ભારતીય લશ્કર ચીનને ખદેડતા-ખદેડતા ચીનની ચોકી પાસે પહોંચી ગયું

ચીન ગલવાન પછી પણ હજી સુધર્યુ લાગતું નથી. નથી. તેણે અરુણાચલ પ્રદેશમાં તવાંગ ખાતે અડપલુ કર્યુ હતુ. ચીનનો ઇરાદો તવાંગમાં ભારતીય ચોકીને કબ્જે કરવાનો હતો, પણ પહેલાથી જ સચેત ભારતીય સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરનારા ચીની સૈનિકોને પાછા ખદેડયા હતા એટલુ જ નહી પણ તેમને મારતા-મારતા તેમની પોસ્ટ સુધી લઈ ગયા હતા.

Top Stories India World
India china clash ચીનનો દાવ અવળો પડ્યોઃ ભારતીય લશ્કર ચીનને ખદેડતા-ખદેડતા ચીનની ચોકી પાસે પહોંચી ગયું

ચીન ગલવાન પછી પણ હજી સુધર્યુ લાગતું નથી. નથી. તેણે અરુણાચલ પ્રદેશમાં તવાંગ ખાતે અડપલુ કર્યુ હતુ. ચીનનો ઇરાદો તવાંગમાં ભારતીય ચોકીને કબ્જે કરવાનો હતો, પણ પહેલાથી જ સચેત ભારતીય સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરનારા ચીની સૈનિકોને પાછા ખદેડયા હતા એટલુ જ નહી પણ તેમને મારતા-મારતા તેમની પોસ્ટ સુધી લઈ ગયા હતા. ભારતીય લશ્કરની એક ટુકડી છેક ચીનની પોસ્ટ સુધી પહોંચી ગઈ હતી.

સૂત્રો મુજબ ભારતને ચીન દ્વારા આ પ્રકારની કાર્વાહીની પહેલેથી જ અપેક્ષા હતી. તેથી ભારતીય લશ્કર પણ તેના માટે તૈયાર હતુ. આનું પરિણામ એ આવ્યું કે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોનો પીછો કર્યો. કેટલાક ભારતીય સૈનિકો પણ ચીનની પોસ્ટ પર પહોંચી ગયા હતા. અહીં સૌથી મહત્વની વાત એ હતી કે ભારતીય લશ્કરને પહેલાથી જ ચીન દ્વારા ઉશ્કેરણી અંગે બાતમી મળી હતી.

ભારતીય સેનાએ ચીનની કાર્યવાહીનો જવાબ આપવાની તૈયારીઓ પહેલાથી જ કરી લીધી હતી. ભારતે પહેલાથી જ વધારાના સૈનિકો તૈનાત કર્યા હતા.LAC પર યાંગત્સેમાં 300 ચીની સૈનિકો ભારતીય પોસ્ટ પર આવ્યા હતા, જે બાદ બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ઝપાઝપી પણ થઈ, ચીની સૈનિકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો.

ભારતીય સૈનિકોએ તરત જ વધુ સૈનિકોને બોલાવ્યા, જે બધા નજીકમાં હતા અને ઝડપથી અથડામણના સ્થળે પહોંચ્યા.આ પછી ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને ઘેરી લીધા અને તેમના પર હુમલો કર્યો.આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોનો સામનો કર્યો અને તેમને પીછેહઠ કરવા મજબૂર કર્યા. કેટલાક ચીની સૈનિકોને પણ માર મારવામાં આવ્યો હતો.

આ દરમિયાન ભારતીય જવાનને પણ સામાન્ય ઈજા થઈ હતી. એક સૈનિકના કાંડામાં પણ ફ્રેક્ચર છે. ભારતીય સૈનિકોના જવાબ પછી ચીની સૈનિકો પીછેહઠ કરવા લાગ્યા.ભારતીય સૈનિકોએ ચીનીઓનો પીછો કર્યો, આ દરમિયાન તેમાંથી કેટલાક પકડાઈ પણ ગયા.50 ભારતીય સૈનિકોનું એક જૂથ પણ ચીનની ચોકી પાસે પહોંચી ગયું હતું.

ભારતીય જવાનોને પાસે જોઈને ચીને પણ હવાઈ ફાયરિંગ કર્યું હતું.આ પછી બંને પક્ષોએ લાઉડ સ્પીકર પર એકબીજાને ચેતવણી આપી. ભારતીય સૈનિક ચેતવણી આપતા તેમના વિસ્તારમાં આવ્યા હતા.બે દિવસ પછી, 11 ડિસેમ્બરે, સ્થાનિક કમાન્ડરે ચીની સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી. બેઠકમાં ભારતીય પક્ષે ચીનને પ્રોટોકોલનું પાલન કરવાની ચેતવણી આપી હતી.ચીની પક્ષનું કહેવું છે કે ભારતીય પોસ્ટ નિર્ધારિત પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરી રહી છે.શાંતિપૂર્ણ પેટ્રોલિંગની અપીલ કરતા ભારતે કહ્યું કે કોઈપણ ઉશ્કેરણીનો બળપૂર્વક જવાબ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ

India China Clash Tawang Arunachal Pradesh/ ચીનના અતિક્રમણનો ભારતીય લશ્કરે બહાદુરીથી જવાબ આપ્યોઃ રાજનાથસિંહ

India China Tawang/ તવાંગ મુદ્દે વિપક્ષ પર અમિત શાહનો વળતો પ્રહારઃ આપણે એક ઇંચ જમીન ગુમાવી નથી