બેઠક/ અમદાવાદમાં વર્ષો બાદ આજથી RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક,જાણો વિગત

પીરાણા ખાતે આર એસ એસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન થઇ રહ્યું છે. આજથી એટલે કે  11 થી 13  માર્ચ સુધી બેઠક યોજવા જઈ રહી છે

Top Stories Gujarat
1 37 અમદાવાદમાં વર્ષો બાદ આજથી RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક,જાણો વિગત
  • વર્ષો બાદ RSS સર્વોચ્ય બેઠક મળશે ગુજરાતમાં
  • માર્ચ મહિનામાં યોજનારી RSSની બેઠક અમદાવાદમાં
  • અમદાવાદના પીરાણા ખાતે યોજાશે RSSની બેઠક
  • 11 થી 13 માર્ચ સુધી મળશે RSSની બેઠક
  • RSSની બેઠકમાં વડા મોહન ભાગવત રહેશે હાજર
  • ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડા રહેશે હાજર
  • 1988 રાજકોટ બાદ ફરી 2022માં મળશે RSS બેઠક

પીરાણા ખાતે આર એસ એસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન થઇ રહ્યું છે. આજથી એટલે કે  11 થી 13  માર્ચ સુધી બેઠક યોજવા જઈ રહી છે, ત્યારે આ બેઠકમાં સંઘના વડા એવા મોહન ભાગવત સહિત સમગ્ર દેશમાંથી RSS ના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજરી આપશે. સાથે જ સંઘના તથા તેના સંલગ્ન વિવિધ સંગઠનોના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે

જેમાં RSS ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે, સંઘની અલગ અલગ બેઠકમાંની સૌથી મોટી બેઠક હશે. આ બેઠકમાં તો 1248 લોકો આ બેઠકના અપેક્ષિત રહેશે. આર એસ એસની ભગીની સંસ્થા તથા 36 સંગઠનના પ્રતિનિધિઓ પણ આ બેઠકના હાજર રહેશે. વર્ષ 1925 સંઘની સ્થાપના થઇ હતી. 2025 માં 100 વર્ષ પૂર્ણ થશે. સપ્તાદી વર્ષની ઉજવણી સંઘ અત્યારથી શરૂ કરી છે, સાથે જ આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિમાં ઉભા થયેલા મુદાઓ પર ચર્ચા પણ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર છે જ્યારે આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન નાગપુરની બહાર થઇ રહ્યું છે. જો કે રાજકીય પંડીતો આની પાછળનું કારણ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ભાજપની ટાઇટ સિચ્યુએશન માની રહ્યા છે. સંઘના નિષ્ક્રિય કાર્યકર્તાઓને ફરી એકવાર સક્રિય કરવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. હાલ તો પીએમ મોદીનો પ્રવાસ છે ત્યાર બાદ આરએસએસની સભાને ધ્યાને રાખીને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.