સુરતમાં કોર્પોરેટરો ગુમ થયાના લાગ્યા બોર્ડે ચકચાર જગાવી છે. Surat Corporator આ બોર્ડ વાડી ફળિયા-નવાગપુરા-બેગમપુરા સલાબતપુરા વોર્ડના કોર્પોરેટર માટે લાગ્યા છે. આ ત્રણેય કોર્પોરેટર મનીષ મહાત્મા, નરેશ રાણા અને રેશમાબેન સામે સ્થાનિક પ્રજાકીય પ્રશ્નોની અવગણનાને લઈને ભારે આક્રોશ છવાયો છે. વોલ સિટીના ત્રણેય કોર્પોરેટરો ગુમ થયા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ફરીથી રાજકીય વર્તુળોમાં ગરમી જોવા મળી રહી છે.
સુરતમાં છેલ્લા દસ દિવસથી રાજમાર્ગ પર દબાણ મુદ્દે ભારે ઘમાસાણ ચાલી રહ્યુ છે. Surat Corporator આને લઈને રસ્તા પર દબાણના મુદ્દે કેટલાક કોર્પોરેટરો સક્રિય છે અને આ દબાણ દૂર થાય તે માંગણી સાથે લોકોની જોડે ઊભા રહે છે. બીજી બાજુએ કેટલાક કોર્પોરેટરો જાહેર રસ્તા પર દબાણ દૂર કરવાના મુદ્દે પલાયન નીતિ અપનાવી રહ્યા છે. તેના લીધે મતદારોમાં ભારે નારાજગી છે.
ત્રણેય કોર્પોરેટરો તેમના વિસ્તારોમાં ફરકતાં નહીં હોય તેવી સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી છે. Surat Corporator વોટ્સએપ ગ્રૂપમાં ફરી રહેલી પોસ્ટમાં હાથ જોડી વોટ માંગનારા હવે જનતા પાસે હાથ જોડાવી રહ્યાં હોવાનો ઉલ્લેખ કરાયો છે. એટલું જ નહીં, જેમને મળે તેઓ તાત્કાલિક આ ત્રણેય કોર્પોરેટરોને દબાણો દૂર કરાવવા રાજમાર્ગ ઉપર હાજર કરો, તેવી વિનંતી કરવામાં આવી છે. કેટલાક મજાકમાં કહે છે કે જો કોર્પોરેટરો દબાણ દૂર કરવાના મુદ્દે લોકો સાથે નહી ઊભા રહે તો લોકો તેમને દબાણ ગણી દૂર કરશે તેમ મનાય છે.
ત્રણેય કોર્પોરેટરો એકસાથે ફેમિલી ટૂર કરી આવ્યા
દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવામાં ત્રણેય કોર્પોરેટર નિષ્ફળ પુરવાર થયા છે. Surat Corporator આવા સંજોગોમાં ત્રણેય કોર્પોરેટરોએ પરિવાર સાથે તાજેતરમાં ફેમિલી ટૂર કરી હતી. મધ્યપ્રદેશના મનસોર ખાતે ત્રણેય કોર્પોરેટરો પરિવાર સાથે ફરવા ગયા હતા. આ બાબતે પણ પાલિકાના વર્તુળો તથા રાજકીય પક્ષમાં ભારે ચર્ચા શરૂ થઇ છે.
કોર્પોરેટર મનીષાને બદલે તેમના પતિ રજૂઆત કરવા આવ્યા
વોર્ડ નં. 13ના કોર્પોરેટરોએ આજે સ્થાયી સમિતિ અધ્યક્ષને સામૂહિક રજૂઆત કરી હતી. Surat Corporator ચૂંટણી જીતી પ્રજા વચ્ચેથી ગાયબ થઇ ગયેલા મનીષા મહાત્મા તેમના વોર્ડ વિસ્તારમાં દેખાતા નથી, તેવી ફરિયાદ વચ્ચે આજે પણ ગંભીર સ્થિતિ બાબતે સ્થાયી સમિતિમાં રજૂઆત કરવા માટે તેણીના સ્થાને તેમના પતિ મુકેશ મહાત્મા આવ્યા હોય ભારે અચરજનો માહોલ છવાયો હતો.
આ પણ વાંચોઃ Insurance Premium/ હાર્ટ એટેકના કેસો વધતા આ કંપનીને થયો જબરજસ્ત ફાયદોઃ પ્રીમિયમ કલેકશનમાં જંગી ઉછાળો
આ પણ વાંચોઃ સ્વર્ગનો માર્ગ/ આ બન્યું ભારતનું પહેલું ગામ, ઉત્તરાખંડમાં ચીન સરહદ પર વસેલું છે માણા
આ પણ વાંચોઃ Corona In India/ દેશમાં એક દિવસમાં કોવિડ-19ના 9 હજારથી વધુ દર્દીઓ થયા સાજા, આટલા નવા કેસ નોંધાયા
