Surat News/ BISની નવી ગાઈડલાઈન: હવે ‘ડાયમંડ’ માત્ર કુદરતી, લેબગ્રોન માટે સંપૂર્ણ નામ ફરજિયાત

નેચરલ Diamond : પૃથ્વીના પેટાળમાં ઊંચા દબાણ-તાપમાન હેઠળ કરોડો વર્ષોમાં કુદરતી રીતે બને અને ખાણકામથી બહાર કાઢવામાં આવે

Gujarat Surat
Diamond

Surat News : લેબગ્રોન અને નેચરલ હીરા વચ્ચે વધતી ગેરસમજ/વિવાદને ધ્યાનમાં રાખીને **BIS (Bureau of Indian Standards)**એ નવી ટર્મિનોલોજી ગાઈડલાઈન (IS 19469:2025) જાહેર કરી છે. હવે બજારમાં પારદર્શિતા લાવવા માટે “ડાયમંડ” શબ્દના ઉપયોગમાં મોટો ફેરફાર કરાયો છે.

શું છે નવી ગાઈડલાઈન?

1) “Diamond” શબ્દ હવે માત્ર કુદરતી હીરા માટે

દાગીના, જાહેરાત, બિલ/ઇનવૉઇસ, સર્ટિફિકેટ કે ઓનલાઈન લિસ્ટિંગમાં ‘Diamond’  શબ્દ એકલો લખાશે તો તે ‘કુદરતી હીરા’ જ ગણાશે.

2) લેબગ્રોન માટે ફરજિયાત સ્પષ્ટ ઓળખ

લેબમાં બનેલા હીરા માટે વેચાણ/માર્કેટિંગ/ડિસ્ક્લોઝરમાં હવે માત્ર આ જ શબ્દો માન્ય રહેશે:

“Laboratory-grown હીરા” અથવા

“Laboratory-created હીરા”

3) શોર્ટફોર્મ/ટૂંકા શબ્દપ્રયોગ બંધ

હવે LGD, ‘lab-grown’, ‘lab diamond’, ‘lab created’ જેવા ટૂંકા/અસ્પષ્ટ શબ્દો ફોર્મલ રીતે વાપરવા પર રોક મુકાઈ છે.

4) ભ્રામક શબ્દો વાપરવા નહીં

લેબગ્રોન માટે “nature’s/earth-friendly/pure/cultured” જેવા શબ્દો વાપરીને કુદરતી જેવી છાપ પાડવી મંજૂર નહીં.

નેચરલ vs લેબગ્રોન: બને કેવી રીતે?

નેચરલ ડાયમંડ  : પૃથ્વીના પેટાળમાં ઊંચા દબાણ-તાપમાન હેઠળ કરોડો વર્ષોમાં કુદરતી રીતે બને અને ખાણકામથી બહાર કાઢવામાં આવે.
લેબગ્રોન ડાયમંડ  : લેબમાં મુખ્યત્વે HPHT અને CVD પદ્ધતિથી બનાવાય; દેખાવ/ગુણધર્મો સમાન હોઈ શકે, પણ ઉત્પત્તિ “લેબ”ની હોય છે.

ગ્રાહકોને શું ફાયદો?

ખાસ કરીને ઓનલાઈન/ઈ-કોમર્સમાં હવે ગ્રાહકને તરત ખબર પડશે કે કુદરતી હીરા લઈ રહ્યો છે કે લેબમાં બનાવેલો.

બિલ/એડ/સર્ટિફિકેટમાં સ્પષ્ટ શબ્દો હોવાથી ઠગાઈ અને ગેરસમજ ઘટશે, બજારમાં વિશ્વાસ વધશે


આ પણ વાંચો:ભાગેડુ મેહુલ ચોક્સી આ દેશમાં છુપાયો, બનાવટી દસ્તાવેજો બતાવીને મેળવ્યું રેસિડેન્સી કાર્ડ

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે મેહુલ ચોક્સી સામે ATS તપાસ માટે આપી મંજૂરી, ભાગેડુ હીરા વેપારીની મુશ્કેલીઓ વધી

આ પણ વાંચો:ભારતના ભાગેડુ ઉધોગપતિ મેહુલ ચોક્સીએ પ્રત્યાર્પણથી બચવા માટે જાણો શું કર્યું