Not Set/ Exclusive : ગુજરાતની આ બેઠકો માટેનો ભાજપનો રાજકીય દાખલો ખોટો પાડી શકે છે !!

26માંથી 26 બેઠક પર જીતવું એ ગુજરાતમાં ભાજપ માટે આબરૂનો સવાલ છે. પરંતુ ભાજપનાં મિશન ક્લિન સ્વાઇપ પર આ બેઠકો બ્રેક મારવા સક્ષમ છે. ભાજપનાં ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારે કરવામાં આવેલા આંતરી આંકલન મુજબ 12 બેઠકો એક દમ સુરક્ષીત હતી. 6 બેઠકો માટે મહેનત કરવી જરૂરી હતી અને આઠ બેઠકો પર એડી ચોટીનું જોર […]

Top Stories Gujarat
EP Exclusive : ગુજરાતની આ બેઠકો માટેનો ભાજપનો રાજકીય દાખલો ખોટો પાડી શકે છે !!

26માંથી 26 બેઠક પર જીતવું એ ગુજરાતમાં ભાજપ માટે આબરૂનો સવાલ છે. પરંતુ ભાજપનાં મિશન ક્લિન સ્વાઇપ પર આ બેઠકો બ્રેક મારવા સક્ષમ છે. ભાજપનાં ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારે કરવામાં આવેલા આંતરી આંકલન મુજબ 12 બેઠકો એક દમ સુરક્ષીત હતી. 6 બેઠકો માટે મહેનત કરવી જરૂરી હતી અને આઠ બેઠકો પર એડી ચોટીનું જોર અજમાવવામાં આવે તો પણ ક્યાંક છેટુ રહી જાય તો કહી શકાય નહી તેવો ક્યાસ જોવા મળી રહ્યો હતો.

ગુજરાત ભાજપનો ગઢ છે. તેમાં કોઇ બે મત નથી. ભાજપને રાષ્ટ્રીય રાજકારણમાં સન્માન જનક સ્થાન પર પહોંચાડવામાં ગુજરાતની ભૂમીકા ચાવી રૂપ રહી છે અને ભવિષ્ચમાં પણ રહેશે તેમા પણ  બે મત નથી. ભાજપનો કેન્દ્રમાં સરકાર બનાવવાનો માર્ગ કાલે પણ ગુજરાતે પ્રસસ્ત કર્યો હતો અને આજે પણ કરશે તેવા પણ દિવા જેવી ચોખ્ખી છે. ભાજપ માટે દિલ્હી વાયા ગુજરાત થઇને જ જઇ શકાય છે તે પણ હકીકત છે. અને લોકસભા 2019માં તો ગુજરાતની તમામ બેઠકો, ભાજપ માટે હાર-જીત કરતા પણ આબરૂનો સવાલ વધુ છે.

RAHUL GANDHI PM MODI Exclusive : ગુજરાતની આ બેઠકો માટેનો ભાજપનો રાજકીય દાખલો ખોટો પાડી શકે છે !!

મતદાન બાદ હાલની પરીસ્થિતિને જોતા ગુજરાતમાં બે-ચાર સીટો ઓછી આવે, તો કન્દ્રમાં સત્તાનાં સૂત્રો સંભાળવામાં ભાજપને કોઇ મોટો વાંધો આવી જાય તેવું પણ કશું જ નથી દેખાઇ રહ્યું. પરંતુ દેશનાં લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેમને ચાણક્યની ઉપમા આપવામાં આવી છે તે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું હોમ સ્ટેટ ગુજરાત, જો 26ની જગ્યાએ 24 સીટ પણ આપે તો પણ ભાજપ રાજકીય ગોસ્સીપનો વિશષ બને તે વાત પણ નખશીખ સાચી છે. અને મજાની વાતએ છે કે આ વાત કોંગ્રેસ પણ જાણે છે !!

બસ આજ કારણ છે કે ભાજપે ગુજરાતમાં કોઇ પણ પ્રકારની કચાસ રહેવા દીધી નથી, સામ-દામ-દંડ-ભેદનો ભરપુર ઉપયોગ કર્યાની સાથે સાથે દરેક નાના થી લઇ મોટી બાબતનો ચીવટ ભેર નીકાલ કરવામાં આવ્યો હતો. કદાચ આ એક કારણ હોઇ શકે કે યુવનોમાં પ્રિય અને યુવાનો જેને પ્રિય છે તેવા વડાપ્રધાને પણ ગુજરાતમાં મહદ અંશે અત્યાર સુધી બધા જ ઉમેદવારો રીપીટ કર્યા છે. એકઆદો અપવાદ તો હોય જ. પરંતુ તમામ બનતી કોશિશો બાદ પણ મતદાન પછી ક્યાંયને ક્યાંય આવું પ્રતિત થઇ રહ્યું છે કે ભાજપની બાજી બગાડી પણ શકે છે. તો આવો જોઇએ એ કઇ બેઠકો છે જ્યાં ગુજરાતમાં ગુંચવાય શકે છે ભાજપ ???

મોદી લહેરનાં અભાવમાં 26માંથી 26 પર વિજયનું ભાજપનું સપનું રોડાતું દેખાય છે

2014 નાં 26 માંથી 26 બેઠકો પર વિજયનાં પરિણામને રીપીટ કરવાનું ભાજપને આ વખતે કદાચ આ બેઠકોનાં કારણે મુશ્કેલી રહશે. આણંદ, જૂનાગઢ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાની આઠ લોકસભા બેઠકો ગુજરાતમાં ભાજપ માટે પડકાર સમાન બની શકે છે. ગુજરાતનાં ભાજપી ગઢમાં ગાબડા પાડતો ચીતાર 2017નાં વિધાનસભાનાં પરિણામોએ  અગાઉ આપી દીધો હતો. એ વાત અલગ છે કે 2017 વિધાનસભા પછીનાં સમયમાં ભાજપ દ્રારા પોતાની ભૂલો સુધારી લેવાની સાથે સાથે ગાબડા પુરવાનું કામ કરાતા ચિત્ર ઘણું ખરું બદલાય પણ ગયું હતું તેમ કહેવું આતિયોક્તિ નહીં લાગે. કારણ કે દેશનાં અમુક રાજ્યોમાં સત્તા ગયા પછી મોદી સરકારે લીધેલા ડેમેજ કન્ટ્રોલ રૂપ સુધારાવાદી પગલા, ભારતનાં દુશ્મન પાકિસ્તાન સામે કરવામાં આવેલી મોદી સરકારની કામગીરી અને ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્યોનાં પક્ષપલટાને લીધે મહદ અંશે ભાજપ કમબેકમની સ્થિતિ સુધી પહોંચવામાં સફળ પણ જણાય છે. પરંતુ 2014ની સરખામણીમાં 2019માં 41.43 લાખ નવા મતદારો પણ વધ્યાં છે. સાથે સાથે 2017- વિધાનસભમાં લોકસભાની આ 8 બેઠકોમાં કોંગ્રેસ હારનું માર્જિન કાપી આગળ આવી હતી તે પણ મહત્વનું છે.

આણંદ બેઠક – ભરતસિંહ સોલંકી(કોંગ્રેસ) VS મિતેશ પટેલ(ભાજપ)

ANAND 1 Exclusive : ગુજરાતની આ બેઠકો માટેનો ભાજપનો રાજકીય દાખલો ખોટો પાડી શકે છે !!

આણંદ લોકસભામાં હાલતો ભગવો લહેરાય છે. પરંતું 2004 અને 2009માં ત્યાં કોંગ્રેસ સત્તા ભોગવી ચૂકી છે. લોકસભાનાં સંસદીયક્ષેત્રમાં આવતી 7 વિઘાનસભામાં પૈકીની 5 વિઘાનસભા હાલ કોંગ્રેસ પાસે છે. ભાજપે આણંદમાં ઉમેદવાર રીપીટ કર્યા છે ત્યારે કોંગ્રેસ દ્રારા ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખને મેદાન સોંપવામાં આવ્યું છે. સોલંકી પરિવારનો આ બેઠકનાં મતદારો પરનો પ્રભાવ અને ચાલું સાસંદનાં ગત ટર્મમાં કરેલા કોમોને ધ્યાનમાં લેવામાં આવે તો આણંદ બેઠક પર કોંગ્રેસનું પલળુ ભારે દેખાય રહ્યું છે.

જૂનાગઢ બેઠક – રાજેશ ચૂડાસમા (ભાજપ) VS પૂંજા વંશ

JUNAGADH Exclusive : ગુજરાતની આ બેઠકો માટેનો ભાજપનો રાજકીય દાખલો ખોટો પાડી શકે છે !!

જૂનાગઢ બેઠકની વાત કરવામાં આવે તો વિધાનસભામાં કોંગ્રેસે તમામ 7 બેઠકો પર જીત હાંસલી બેઠકોમાંથી સૌથી વધુ 1,14,742 મતોની લીડ કાપી છે. આહિર સમાજની મોટી બહુમતી ધરાવતા આ સંસદીય ક્ષેત્રમાં જવાહર ચાવડા ભાજપમાં જોડાતા મોટી અસર ઉભી થઇ છે તેમ છતા જૂનાગઢ બેઠકમાં માણાવદર વિધાનસભા સીટને બાદ કરતા તમામ  6 વિધાનસભા સીટો કોંગ્રેસ પાસે જ છે.  અને ભાજપ અહીં ઉમેદવાર પસંદગીમાં ફૂંકી ફૂંકી પગલા ભરતું દેખાયું હતું. રાજેશ ચુડાસમાને સોમનાથ વિસ્તાર બાદ કરતા બાકીનાં વિસ્તારોમાં મજબૂત પકકડ ન હોવાની અને સામે કોંગ્રેસ દ્રારા પૂંજા વંશ જેવા જૂના જોગીના સથવારે જૂનાગઢ સરકરવું સહેલું જણાય છે.

ભરૂચ બેઠક – ત્રીપાંખીયો જંગ – મનસુખ વસાવા(ભાજપ) VS શેરખાન પઠાન(કોંગ્રેસ) VS  છોટુ વસાવા(બીટીપી)

bharuch 1 Exclusive : ગુજરાતની આ બેઠકો માટેનો ભાજપનો રાજકીય દાખલો ખોટો પાડી શકે છે !!

ભરૂચ લોકસભા ક્ષેત્રમાં આવતી ડેડિયાપાડા અને ઝગડિયા વિધાનસભા બેઠકો 2017માં કોંગ્રેસના સહારાથી છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી જીતી હતી. જ્યાં ભાજપ 1964ની નગણ્ય લીડ સાથે લોકસભા જીતતી આવી છે. જો કે કોંગ્રેસ અને બીટીપીનું ગઠબંધન ન રચાતા હાલ આ બેઠક પર ત્રીપાંખીયો જંગ હતો. જ્યારે આદિવાસી મતો પર હાર-જીત નિર્ભર છે ત્યારે વસાવા VS વસાવાનો જંગ લધુમતી સક્ષમ અને મજબૂત છબીધારી કોંગ્રેસનાં ઉમેદવાર શેરખાન પઠાનને ફળ તેવું જણાય રહ્યું છે.

સુરેન્દ્રનગર બેઠક – મહેન્દ્ર મુંજપરા(ભાજપ) VS સોમા ગાંડા(કોંગ્રેસ)

SURENDRANAGAR Exclusive : ગુજરાતની આ બેઠકો માટેનો ભાજપનો રાજકીય દાખલો ખોટો પાડી શકે છે !!

સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા ક્ષેત્રો પૈકી એકમાત્ર વઢવાણ બેઠક જ 2017માં ભાજપને ફાળે આવી હતી. સથવારા સમાજનાં ધ્રાંગધ્રાનાં કોંગી ધારાસભ્યએ, છેલ્લે છેલ્લે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભગવો ખેસ ધારણ કરતાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ભાજપની સ્થિતિ થોડી સુધરી છે. પરંતુ સુરેન્દ્રનગરમાં ચાલુ સાંસદને રીપીટ ન કરતા ભાજપમાં વિરોધનો વંટોળ પણ જોવા મળ્યો હતો અને સામે કોંગ્રેસ ફરી સોમા ગાંડાને સુરેન્દ્રનગરથી મેદાને ઉતારતા જંગનો રંગ બરોબર જામેલો જોવા મળી રહ્યો છે. મુજપરાને કોંગ્રેસનાં નિવડેલા સોમા ગાંડાની કોળી સમાજ પરની પક્કડ અને  ભાજપનાં જ ટીકીટ કપાયેલા સાસંદની નારાજગીને કારણે બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે.

મહેસાણા બેઠક – શારદાબેન પટેલ(ભાજપ) VS એ. જે. પટેલ(કોંગ્રેસ)

MAHESANA Exclusive : ગુજરાતની આ બેઠકો માટેનો ભાજપનો રાજકીય દાખલો ખોટો પાડી શકે છે !!

મહેસાણા લોકસભાની વાત કરવામાં આવે તો આ લોકસભા ક્ષેત્રમાં પણ 2017ના પરિણામોની સ્થિતિએ કોંગ્રેસ 16,948 મતોથી પ્લસમાં છે. અને ભાજપમાં આ વિસ્તારમાંથી આંતર કલહ વારંવાર સપાટી પર આવતો રહ્યો છે. પરંતુ અહીં ઊંઝાના કોંગી ધારાસભ્ય આશાબહેન પટેલના પક્ષપલટાથી મહેસાણાનું ચિત્ર પણ બદલાયું છે. કેમ કે આશાબહેન પટેલ 19,529 મતોના મોટા માર્જિનથી ચૂંટણી જીત્યા હતા. હા આશાબેનનો ભાજપમાં ભારોભાર વિરોધ પણ થઇ રહ્યો છે, જે સીટ ડુબાળવા સક્ષમ કહી શકાય.વળી ભાજપે નવો ચહેરો પસંદ કરતા અને કોંગ્રેસ દ્રારા ગ્રામ્ય વિસ્તાર અને સહકારીક્ષેત્ર પર મજબૂત પક્કડ ધરાવતા એ.જેને મેદાન સોંપતા, કોંગ્રેસનું પલડું અહીં ભારે દેખાય છે.

અમરેલી બેઠક – નારણ કાછળીયા(ભાજપ) VS પરેશ ધાનાણી(કોંગ્રેસ).

AMRELI Exclusive : ગુજરાતની આ બેઠકો માટેનો ભાજપનો રાજકીય દાખલો ખોટો પાડી શકે છે !!

પાટીદાર પ્રભુત્વ ધરાવતી અમરેલી બેઠકમાં પણ આવાજ હાલ છે. 7 વિધાનસભામાંથી 5 કોંગ્રેસ પાસે છે અને પાટીદાર અનામતને લઇને વિધાનસભામાં મોટો ફટકો પણ ભાજપ ખાઇ ચૂક્યું છે. તો પાટીદાર પ્રભુત્વની આ બેઠક પર મોદી લહેરમાં 2014માં જીતવી સિવાય આ બેઠકનાં ભાજપનાં ઉમેદવારની કોઇ બીજી કોઇ મોટી ઉપલ્બધીનાં આભાવમાં કોંગ્રેસ દ્રારા નિવડેલા યુવા પાટીદાર નેતાને મેદાનમાં ઉતારતા સ્પષ્ટ કોંગ્રેેસ તરફી માહોલ જોવા મળ્યો છે. માહોલને વધુ મજબૂત બનાવવામાં ભાજપનો આંંતર કલહ પણ ક્યાકને ક્યાક કામ કરતો દેખાયો હતો.

પાટણ બેઠક – ભરત સિંહ ડાભી(ભાજપ) VS જગદીશ ઠાકોર(કોંગ્રેસ)

PATAN Exclusive : ગુજરાતની આ બેઠકો માટેનો ભાજપનો રાજકીય દાખલો ખોટો પાડી શકે છે !!

હાર્દિક પેટલ અને પાટીદાર ફેક્ટરની આસર, ચાલું સાંસદ લિલાધર વાધેલા પોતાની સીટ બદલવાની માંગ અને નારજગી અને ભાજપમાં અનેક સ્થરે આંતર કલહ જેવા કારણો બાદ ભાજપ દ્રારા નવો ચહેરો લાવવાની ફરજ પડી. સામે કોંગ્રેસ દ્રારા મજબૂત ઉમેદવાર મેદાનમાં ઉતારાતા ભાજપ ક્યાને ક્યા રીતે નબળું જણાય રહ્યું છે.

બનાસકાંઠા બેઠક –  પરબત પટેલ(ભાજપ) VS પરથી ભટોળ(કોંગ્રેસ)

BANASKANTHA Exclusive : ગુજરાતની આ બેઠકો માટેનો ભાજપનો રાજકીય દાખલો ખોટો પાડી શકે છે !!

બનાસકાંઠા બેઠકમાં આવતી 7 વિધાનસભા સીટોમાંથી પાંચ સીટો જીતવામાં આહીં કોંગ્રેસ સફળ રહી હતી. ઠાકોર સમાજનાં પ્રભુત્વવાળી આ બેઠકમાં અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસમાં આવવું અને કોંગ્રેસમાંથી જવું બનેં મતદારનાં માનસ મુજબ કોંગ્રેસને ફાયદો કરાવી રહ્યું છે. તો સામે કોંગ્રેસનો આ વિસ્તારો એક સમયે ગઢ પણ રહી ચૂક્યો છે. ભાજપની સાપેક્ષમાં કોંગ્રેસનાં મજબૂત ઉમેદવાર પણ આ બેઠક પર કોંગ્રેસની દાવેદારી મજબૂત બનાવી રહી છે.

સાબરકાંઠા બેઠક – દિપસિંહ રાઠોડ(ભાજપ) VS રાજેન્દ્ર ઠાકોર

SABARKANTHA Exclusive : ગુજરાતની આ બેઠકો માટેનો ભાજપનો રાજકીય દાખલો ખોટો પાડી શકે છે !!

સાબરકાંઠા ભાજપમાં ટીકીટ મેળવવાની હોડ ચાલી અને આંતરીક વિવાદ સપાટી પર જોવા મળ્યો, ચરમસીમા પારનો આંતર કલહ અને વિધાનસબામાં ગુમાવેલો જનાધાર ભાજપને સાબરકાંઠામાં કપરા ચઢાણનો સંકેત આપે છે. તે સામે કોંગ્રેસ દ્રારા ઉમેદવાર પસંદગી અને સાત વિધાનસભા સાટોમાંથી ચાર સીટો પર મેળવેલી લીડ સાબરની બેઠક કોંગ્રેસની તરફેણમાં દોરી જાય છે.

આમ ભલે ભાજપ મિશન 26 ને ધ્યાને ક્લિન સ્વીપ મારવા માટે ચાલી રહ્યું હોય પરંતુ આ આઠ બેઠકોની સમિક્ષા અને સોશિયલ એન્જીન્યરીંગ પર નજર કરતા આ બેઠકો ભાજપનો રાજકીય દાખલો ખોટો પાડવા માટે સક્ષમ છે. બાકી તો “ વર ને ગમે તે વહું “ કહેવત મુજબ  સાચા અર્થમાંતો જનતા જનાર્દનજ કિંગ મેઇકર હતી અને રહેશે. બસ હવે તો રાહ માત્રને માત્ર 23’મે ની જ જોવાઇ રહી છે.