Bollywood/ સલમાન ખાને કર્યા કંગનાના વખાણ તો તેને કહ્યું ક્યારેય નહીં કહું કે હું ઈન્ડસ્ટ્રીમાં એકલી છું

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને પણ કંગનાની ફિલ્મ ધાકડનું ટ્રેલર શેર કર્યું છે, જે બાદ કંગના પોતાને રોકી શકી નહીં અને સલમાનનો આભાર માન્યો

Trending Entertainment
9 2 4 સલમાન ખાને કર્યા કંગનાના વખાણ તો તેને કહ્યું ક્યારેય નહીં કહું કે હું ઈન્ડસ્ટ્રીમાં એકલી છું

બોલિવૂડની ક્વીન કંગના રનૌત આજકાલ હેડલાઈન્સનો હિસ્સો બની રહે છે. તેની ફિલ્મ ધાકડ રિલીઝ માટે તૈયાર છે. કંગના આ દિવસોમાં ધાકડના પ્રમોશનમાં વ્યસ્ત છે. ધાકડના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. દરેક તેના વખાણ કરી રહ્યા છે. હવે બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને પણ કંગનાની ફિલ્મ ધાકડનું ટ્રેલર શેર કર્યું છે. જે બાદ કંગના પોતાને રોકી શકી નહીં અને સલમાનનો આભાર માન્યો. કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

સલમાન ખાને ધાકડનું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ટ્રેલર શેર કરતાં તેણે લખ્યું- ધાકડની ટીમને શુભકામનાઓ. સલમાને આ પોસ્ટમાં કંગના રનૌત અને અર્જુન રામપાલને ટેગ કર્યા છે. ધાકડ ભાઈજાનનું ટ્રેલર શેર કર્યા બાદ કંગના ખૂબ જ ખુશ છે. તેણે સલમાનનો આભાર માનીને મોટી વાત કહી.

 

Untitled 9 સલમાન ખાને કર્યા કંગનાના વખાણ તો તેને કહ્યું ક્યારેય નહીં કહું કે હું ઈન્ડસ્ટ્રીમાં એકલી છું

સલમાનની પોસ્ટ શેર કરતા કંગનાએ લખ્યું- આભાર મારા દબંગ હીરો, હાર્ટ ઓફ ગોલ્ડ. હું ક્યારેય નહીં કહું કે હું ઈન્ડસ્ટ્રીમાં એકલી છું. ધાકડની સમગ્ર ટીમ વતી આભાર. કંગનાએ તેની સ્ટોરી પર વિદ્યુત જાનવાલની પોસ્ટ પણ શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે કંગનાની ફિલ્મ ધાકડ 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 સાથે ટક્કર આપવા જઈ રહી છે. જ્યારે કંગનાની ફિલ્મ એક્શનથી ભરપૂર હશે તો કાર્તિકની ફિલ્મ હોરર કોમેડી છે. હવે કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે તે તો રિલીઝ પછી જ ખબર પડશે.