Entertentainment/ રશ્મિકાએ કરી સાઉથ અને બોલિવૂડના ગીતોની સરખામણી તો યુઝર્સે આ રીતે કરી તેને ટ્રોલ

રશ્મિકા મંદના આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘મિશન મજનૂ’ને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે

Trending Entertainment
Rashmika Mandana

Rashmika Mandana: રશ્મિકા મંદના આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘મિશન મજનૂ’ને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. નોંધનીય છે કે રશ્મિકા પોતાના લુક અને નિવેદનોને લઇને સતત ચર્ચામાં રહે છે. ત્યારે તાજેતરમાં જ રશ્મિકાએ બોલિવૂડ અને સાઉથના ગીતોને લઈને નિવેદન આપ્યું હતું, જેના કારણે તેની ઘણી ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર રશ્મિકાને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે.

હકીકતમાં આ દિવસોમાં રશ્મિકા મંદાના સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘મિશન મજનૂ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગીતના લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન રશ્મિકાએ બોલિવૂડ ગીતો વિશે વાત કરી હતી, જેના પછી તેને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રશ્મિકા મંદનાએ કહ્યું કે બોલિવૂડના ગીતો વધુ રોમેન્ટિક છે. બીજી તરફ સાઉથના ગીતો ગ્રુપ અને આઈટમ સોંગ છે. રશ્મિકાએ આપેલું આ નિવેદન સાવ સામાન્ય લાગતું હતું, પરંતુ કેટલાક લોકોને તેની ટિપ્પણી પસંદ નથી આવી અને હવે તેઓ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

ટ્વિટર પર યુઝર્સ વિવિધ કોમેન્ટ કરીને રશ્મિકા મંડનાની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘રશ્મિકાને લાગે છે કે સાઉથમાં ક્યારેય પ્રભાવશાળી રોમેન્ટિક ગીતો નહોતા. અહીં બોલિવૂડ જીતે છે. શું કહેવું મૂર્ખતાભર્યું છે, હકીકતોથી સંપૂર્ણપણે અજાણ છે. તેણે પોતાની મૂર્ખતાને દુનિયા સમક્ષ ઉજાગર કરી છે. જ્યારે બીજાએ કહ્યું, ‘રશ્મિકા, શું તમે એઆર રહેમાનના ગીતો નથી જાણતા?’ જયારે બીજાએ કહ્યું, ‘હવે તમે દક્ષિણના ઉદ્યોગને બદનામ કરવાનું શરૂ કરશો.’

ઉલ્લેખનીય છે કે આ વર્ષે રશ્મિકા મંદનાએ ‘ગુડબોય’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા સાથે જોવા મળી હતી. પરંતુ દર્શકોને ફિલ્મની વાર્તા વધુ પસંદ ન આવી અને તે બોક્સ ઓફિસ પર કમાલ બતાવી શકી નહીં. અને હવે ‘મિશન મજનુ’ OTT પ્લેટફોર્મ Netflix પર 20 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

રશ્મિકાના આવા નિવેદન પછી તેની ફિલ્મ મિશન મજનુને કેટલી પસંદ કરવામાં આવે છે તે તો ફિલ્મ આવ્યા પછી જ ખબર પડશે. પરંતુ હાલમાં તો યુઝર રશ્મિકાને ટ્રોલ કરવાની એક પણ તક જતી કરવા ઇચ્છતા નથી તેમ લાગી રહ્યું છે.

Entertainment/હેરા ફેરી-3 પર અનીસ બઝમીએ તોડ્યું મૌન, કાર્તિક-અક્ષયમાંથી કોણ છે ઇન કોણ આઉટ, જાણો