પ્યોંગયાંગ/ નોર્થ કોરિયાના તાનાશાહની દીકરી પહેલીવાર દેખાઈ, જાણો શું છે તેનું નામ

સોશિયલ મીડિયા પર એક ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે કિમ જોંગ ઉનની પુત્રીનો ફોટો અને વીડિયો છે.

World Trending
કિમ જોંગ

ઉત્તર કોરિયાના કટ્ટર તાનાશાહ કિમ જોંગ ઉનના પરિવાર સાથે જોડાયેલા સમાચાર ભાગ્યે જ સામે આવે છે. ઘણીવાર તેઓ એકલા જોવા મળે છે. ખૂબ જ ભાગ્યે જ તેની પત્ની જોવા મળી હતી, પરંતુ બાળકો ક્યારેય દેખાતા ન હતા. જોકે, સોશિયલ મીડિયા પર એક ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે કિમ જોંગ ઉનની પુત્રીનો ફોટો અને વીડિયો છે.

આ વાયરલ ફોટો અને વીડિયો નોર્થ કોરિયામાં આયોજિત એક ઈવેન્ટનો છે, જે ત્યાંના ટીવી પર બતાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં તમામ ધ્યાન એક બાળકી તરફ જાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કિમ જોંગ ઉનની એકમાત્ર પુત્રી છે. તેનું નામ જુ-ઈ છે અને તે એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. તે જાહેરમાં જોવા મળતી નથી, ઉત્તર કોરિયામાં પણ તેના ફોટા અને વીડિયો સામે આવતા નથી.

આ મહિનાની શરૂઆતમાં આ શો ટીવી પર બતાવવામાં આવ્યો હતો અને એક છોકરીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ઉત્તર કોરિયાની સ્થાપનાની વર્ષગાંઠમાં હાજર રહેલા અન્ય બાળકોના જૂથ દ્વારા આ શો જોવા મળ્યો હતો. આ શોમાં તે એક ગીત ગાતી હતી. આ કાર્યક્રમમાં કિમ જોંગ ઉન અને તેની પત્ની રી-સોલ-જૂ પણ હાજર હતી. આમાં જોવા મળે છે કે કિમની પત્ની રી-સોલ-જૂ વારંવાર તે છોકરીને ઈશારા કરી રહી છે અને તેને પ્રોત્સાહિત કરી રહી છે.

Kim Jong Un daughter has been allegedly spotted on North Korean TV apa

ઉત્તર કોરિયા એક એવો દેશ છે કે જેના વિશે જાણવા માટે દુનિયાભરના લોકો ઉત્સુક છે. અહીં રાજધાનીની સૌથી ઊંચી ઇમારત રુયોંગોંગ હોટેલ છે. જો કે તેની જર્જરિત હાલતને જોતા તેને હોટેલ ઓફ ડૂમ પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં આ આખી ઈમારત ખાલી છે અને તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. તેની ઉંચાઈ હજાર ફૂટથી વધુ છે. અહીં મહિલાઓને ટ્રાફિક પોલીસની નોકરી સરળતાથી મળી જાય છે. આ સેક્ટરમાં તેમની માંગ વધારે છે.

આ પણ વાંચો:જામનગરમાં ખેલૈયાઓ અંગારા પર રમ્યા ગરબા, જોવા લોકોની ભારે ભીડ જામી

આ પણ વાંચો: સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 10 મહિનાનું બાળક ફુગ્ગો ગળી જતા મોત

આ પણ વાંચો:T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયાનો પ્લેયર કરી રહ્યો છે મહેનત, ગાવસ્કરે જણાવ્યું કે…