કમાલ રાશિદ ખાન(Kamal Rashid Khan)ને મુંબઈની મલાડ પોલીસે 2020માં કરેલી વિવાદાસ્પદ ટ્વીટને લગતા કેસમાં ધરપકડ કરી છે. મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. હવે કમાલ રાશિદ ખાનને બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કમાલ રાશિદ ખાન અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. ખાન પોતાના વીડિયોમાં ઘણીવાર બોલિવૂડ ફિલ્મોની સમીક્ષા પણ કરે છે. પરંતુ આ વખતે તેમની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે 2020માં તેની વિવાદાસ્પદ ટ્વિટ સંબંધિત કેસમાં તેની ધરપકડ કરવામાં આવશે અને હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ફિલ્મ અભિનેતા કમલ આર ખાનની મલાડ પોલીસે IPCની કલમ 153A, 294,500,501,505, 67/98 એક્ટ હેઠળ ધરપકડ કરી છે. આ કેસમાં ફરિયાદી યુવા સેનાના રાહુલ કનાલ છે. મળતી માહિતી મુજબ, આ ફરિયાદ વર્ષ 2020માં કરવામાં આવી હતી, ત્યારથી કમાલ ખાન દેશની બહાર છે. ગઈ કાલે તે એરપોર્ટ પર ઉતર્યા કે તરત જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.