Taiwan Earthquake/ ભૂકંપથી હચમચી ઉઠ્યું તાઈવાન, 9 લોકોના મોત, 900થી વધુ લોકો ઘાયલ

ભૂકંપના થોડા સમય બાદ ત્સુનામીની ચેતવણીઓ આપવામાં આવી નહોતી. જોકે, જાપાનના દરિયાકાંઠે દરિયાના ઊંચા મોજાઓ ઉછળતા રહ્યા હતા. ઘટના બાદ…..

Top Stories World Breaking News
Beginners guide to 2024 04 04T074412.181 ભૂકંપથી હચમચી ઉઠ્યું તાઈવાન, 9 લોકોના મોત, 900થી વધુ લોકો ઘાયલ

Taipei News:  તાઇવાનમાં આવેલા 25 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપે લોકોને હચમચાવી દીધા છે. સ્થાનિક સમય પ્રમાણે સવારે 8 વાગ્યે આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે હોટલના 50 કર્મચારીઓ ગુમ છે, જ્યારે 77 લોકો ખડકાળ સુરંગો અને ઇમારતોમાં ફસાયેલા છે. ભૂકંપને કારણે 25 ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. ભારતીય તાઈપેઈ એસોસિએશને તાઈવાનમાં રહેતા ભારતીયોને સલાહનું પાલન કરવાની અપીલ કરી છે.

ભૂકંપના થોડા સમય બાદ ત્સુનામીની ચેતવણીઓ આપવામાં આવી નહોતી. જોકે, જાપાનના દરિયાકાંઠે દરિયાના ઊંચા મોજાઓ ઉછળતા રહ્યા હતા. ઘટના બાદ બચાવકર્મીઓ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં વ્યસ્ત છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઈક્રોબ્લોગિંગ X પર એક પોસ્ટમાં, તાઈવાનમાં ભૂકંપ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે, સંકટની આ ઘડીમાં ભારત તાઈવાનના લોકોની સાથે મજબૂતીથી ઊભું છે.

સાથે જ તાઈવાનના ઉપરાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેએ આ માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. ભૂકંપનું કેન્દ્ર તાઈવાનના પૂર્વ કિનારે આવેલા ગ્રામીણ પર્વતીય નગર હુઆલીનમાં હતું, જે રાજધાની તાઈપેઈથી 150 કિલોમીટર દૂર છે. જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની મજબૂત ચેતવણી જારી કરવામાં આવી હતી, જે બાદમાં પાછી ખેંચી લેવામાં આવી હતી.

તાઈવાનમાં વારંવાર ભૂકંપ આવતા હોવા છતાં, આ 1999 પછીનો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. પોતાના અનુભવો શેર કરતા લોકોએ જણાવ્યું કે ભૂકંપ એટલો જોરદાર હતો કે તેઓ તરત જ પોતાના ઘરની બહાર આવી ગયા. કેટલીક ઇમારતો 45 ડિગ્રી સુધી નમેલી છે, જેનાથી લોકો ડરી ગયા છે. ઘણી જૂની ઈમારતોની છતો પડી ગઈ હતી. ભૂકંપ બાદ બાળકોને શાળાઓમાંથી બહાર કાઢી મેદાનમાં લઈ જવાયા હતા.

Taiwan News on X: "Taiwan's southeast struck by large earthquake of 6.8  magnitude on Sunday, quakes of the past 18 hours may have been precursors  to the 2:44 pm quake, says CWB.

આ દરમિયાન વિદ્યાર્થીઓ છત પરથી ટાઈલ્સ ન પડે તે માટે તેમના માથા પર પુસ્તકો પકડેલા જોવા મળ્યા હતા. તે જ સમયે, બચાવ કાર્યકર્તાઓ સીડી લઈને ક્ષતિગ્રસ્ત મકાનોમાં જીવન શોધવામાં વ્યસ્ત હતા. તે જ સમયે, નેશનલ પાર્કમાં મીની બસમાં મુસાફરી કરી રહેલા 50 હોટલ કર્મચારીઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.

તાઈવાનની નેશનલ ફાયર એજન્સીએ જણાવ્યું કે ભૂકંપ અને તેના આફ્ટરશોક્સના કારણે 24 જગ્યાએ ભૂસ્ખલન થયું છે. આ સિવાય 35 રસ્તાઓ, પુલ અને ટનલને નુકસાન થયું છે. તાઈવાનની ભૂકંપ મોનિટરિંગ એજન્સીએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 7.2 હતી, જ્યારે યુ.એસ. જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા 7.4 દર્શાવી હતી.

ભૂકંપનું કેન્દ્ર 15.5 કિમીની ઊંડાઈએ હતું. તે જ સમયે, જાપાનની એજન્સીએ તેની તીવ્રતા 7.7 હોવાનો અંદાજ મૂક્યો હતો. જાપાન મેટ્રોલોજીકલ એજન્સીએ જણાવ્યું કે ભૂકંપના 15 મિનિટ બાદ તાઈવાનમાં યોનાગુની કિનારે 30-સેન્ટીમીટર સુનામી જોવા મળી હતી. દરમિયાન, ભારતીય તાઈપેઈ એસોસિએશને તાઈવાનમાં રહેતા ભારતીયોને સલાહનું પાલન કરવાની અપીલ કરી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તાઈવાનમાં આવેલ ભૂંકપમાં 3થી વધુના મોત, 50થી વધુ ગંભીરપણે ઇજાગ્રસ્ત, રેસ્કયુ ઓપરેશન જારી

આ પણ વાંચો:તાઇવાનમાં તબાહી જ તબાહી, જુઓ એક ક્લીકમાં

આ પણ વાંચો:ઇઝરાયેલ PM નેતાન્યાહુ ‘યુદ્ધમાં નિર્દોષ દંડાય છે, NGO કાર્યકરોનું મૃત્યુ દુઃખદ, સ્વતંત્ર તપાસની આપી ખાતરી’