Not Set/ વડોદરાઃ ફેશન ડિઝાઇનર ખુશીના મૃતદેહ પંચમહાભૂતમાં વિલિન, અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા

વડોદરાઃ 31 ડિસેમ્બરે ઇસ્તાંબુલમાં થયેલા આતંકવાદી હૂમલામાં મોતને ભેટેલી ગુજરાત વડોદરાની ફેશન ડિઝાઇનર ખુશીના મૃતદેહને વડોદરામાં તેની જન્મભૂમિ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ખુશીના અંતિમ સંસ્કાર વખતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરમાં સ્થિત વડવાડી  સ્માસન ગૃહમાં  ખુશીનો મૃતદેહ તેના ભાઇ અને પિતાએ અગ્નીદાહ આપ્યો હતો આ સયમે ત્યાં ઉપસ્થિત તમામની આખો ભીની […]

Gujarat
444 1483525034 વડોદરાઃ ફેશન ડિઝાઇનર ખુશીના મૃતદેહ પંચમહાભૂતમાં વિલિન, અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા

વડોદરાઃ 31 ડિસેમ્બરે ઇસ્તાંબુલમાં થયેલા આતંકવાદી હૂમલામાં મોતને ભેટેલી ગુજરાત વડોદરાની ફેશન ડિઝાઇનર ખુશીના મૃતદેહને વડોદરામાં તેની જન્મભૂમિ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ખુશીના અંતિમ સંસ્કાર વખતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરમાં સ્થિત વડવાડી  સ્માસન ગૃહમાં  ખુશીનો મૃતદેહ તેના ભાઇ અને પિતાએ અગ્નીદાહ આપ્યો હતો આ સયમે ત્યાં ઉપસ્થિત તમામની આખો ભીની થઇ હતી.

ખુશીના મૃતદેહને મુંબઇ એરપોર્ટ આવી ગયો છે પરંતુ ખરાબ હવામાનના લીધે ફ્લાઇટ 12 વાગ્યની આશપાસ આવશે. ખુશીના આજે વડોદરા ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવશે. જેમા પરિવાર સાથે બોલિવૂડની વિવિધ હસ્તીઓની ઉપસ્થિત રહેવાની શક્યતા છે.

ખુશીના મૃતદેહને લેવા માટે તેના ભાઇ ઇસ્તાબુલ ગયા હતા જ્યાંથી તે મૃતદેહ લઇને વહેલી સવારે મુંબઇ આવી પહોંચ્યા હતા.

મૃતદેહને લેવા માટે ખુશીના પરિવારજનો એરપોર્ટ પર પહોંચી ગયા હતા.. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય મનિષા વકીલ પણ એરપોર્ટ પર પહોંચ્યા છે. આજે વહેલી સવારે ખુશી શાહનો મૃતદેહ મુંબઇ આવી ગયો હતો. જ્યાં સાંસદ કિરિટ સોમૈયા હાજર હતા. બપોરે 3 વાગ્યે સેવાસી ખાતે આવેલા નિવાસ્થાનેથી ખુશીની અંતિમયાત્રા નીકળશે. વડીવાડી સ્મશાન ખાતે ખુશીના અંતિમસંસ્કાર કરવામાં આવશે. ખુશીની અંતિમયાત્રામાં બોલિવૂડ અને ફેશન ક્ષેત્રની હસ્તીઓ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

ફ્લાઇટ મોડી હોવાથી બપોરે 12:00 વાગ્યા આસપાસ ખુશીના મૃતદેહને લઇને બંને ભાઇઓ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચશે. જ્યાંથી ખુશીના મૃતદેહને વડોદરા શહેરના સેવાસી સ્થિત એન્ટીકા ખાતે લઇ જવાશે. સવારે 1 વાગ્યાથી ખુશીના મૃતદેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવશે. અને બપોરે 3 વાગ્યે નિવાસ્થાનેથી ખુશીની અંતિમયાત્રા નીકળશે. અને શહેરના વડીવાડી સ્મશાન ખાતે ખુશીના અંતિમસંસ્કાર કરવામાં આવશે.