Not Set/ મહેસાણામાં લોકડાઉનના ઉલ્લંઘન બદલ 4 વ્યક્તિઓની કરાઈ ધરપકડ

સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકોને રોજીંદી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ મળી રહે તે માટે મહેસાણા મામલતદાર દ્વારા રોજ સવારે સવારે 6:00 થી 11:00 આવશ્યક વસ્તુઓના GB વેચાણની છુટ આપેલ છે ત્યારે આ નિયમનો ભંગ મહેસાણા શહેરમાં થતો જોવા મળ્યો મહેસાણા શહેર પાલિકા દ્વારા લોકડાઉનનો ભંગ કરનાર વેપારીને છાવરવાનો પ્રયાસ થતો જોવા મળ્યો […]

Gujarat Others
47d1e5db741d7f7c182ad48e75409c7a મહેસાણામાં લોકડાઉનના ઉલ્લંઘન બદલ 4 વ્યક્તિઓની કરાઈ ધરપકડ

સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકોને રોજીંદી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ મળી રહે તે માટે મહેસાણા મામલતદાર દ્વારા રોજ સવારે સવારે 6:00 થી 11:00 આવશ્યક વસ્તુઓના GB વેચાણની છુટ આપેલ છે ત્યારે આ નિયમનો ભંગ મહેસાણા શહેરમાં થતો જોવા મળ્યો

મહેસાણા શહેર પાલિકા દ્વારા લોકડાઉનનો ભંગ કરનાર વેપારીને છાવરવાનો પ્રયાસ થતો જોવા મળ્યો ,મહેસાણા શહેરી વિસ્તારમાં લોકડાઉન દરમિયાન માર્કેટયાર્ડ સામે આવેલ જય મેલડી ટ્રેડીંગ નામની કરીયાણાની દુકાનદાર દ્વારા લોકડાઉનનો ભંગ થતો સામે આવ્યો. જેમાં સવારે 11 :00 કલાકે તમામ દુકાનો બંધ કરવાનો આદેશ હોવા છતાં જય મેલડી ટ્રેડીંગના દુકાનદાર દ્વારા મોડે સુધી વેપલો કરાતા શહેર એ ડીવીઝન પોલીસ વિભાગે આ દુકાનદાર સામે જાહેરનામાનો ભંગ મુજબ 188 કલમ અનુસાર ચાર વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે મહેસાણા પાલિકા દ્વારા લોકડાઉનનો ભંગ કરનાર વહેપારી સામે ઘૂંટણીએ પડેલ હોય તેમ નપાણી વૃત્તિ રાખી પોતાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરેલ જોવા મળ્યું છે જેમાં મામલતદાર કચેરી જવાબદારી ઢોળી પાલિકા ચીફ ઓફિસર જીગર પટેલ રાજકીય દબાણવશ જણાંય આવ્યા છે જે શહેરના અન્ય વહેપારીઓને લોકડાઉનના ભંગને પ્રોત્સાહન આપવા સમાન બની શકે છે.

લોકડાઉનનો ભંગ કરનાર વહેપારી સામે કાર્યવાહીની પૃષ્ટિ કરતા અમારા રીપોર્ટર પાયલ યાદવે મહેસાણા નગરપાલિકા ચીફ ઓફિસર જીગર પટેલને પુછતા સોશ્યલ ડિસ્ટન્સના નામે માઈકને દૂર કરવાના બહાને કેમેરાથી દૂર ભાગવાનો પ્રયાસ કરેલ. જેમાં રાજકારણીઓ સાથેનો ઘરોબો અને રાજકીય પ્રેશર સ્પષ્ટ જોવા મળેલ.

જ્યારે મામલતદાર કચેરી ખાતે નાયબ પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલે કાયદો સૌને માટે સમાનની પ્રતિતી કરાવી લોકડાઉનનો ભંગ કરનાર સામે પગલાં ભરવાની તત્પરતા દાખવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.