dussehra/ દશેરાએ વાહનોનું ધૂમ વેચાણ, અમદાવાદમાં 6500 ટુવ્હિલર, 2400 કાર વેચાઇ

ગુજરાતભરમાં અંદાજે 45,000 ટુ વ્હીલર અને 10 થી 11,000 કારનું વેચાણ થયું

Gujarat Trending Tech & Auto
Gujarat RTO witnesses rise in new vehicle registration during Dussehra period દશેરાએ વાહનોનું ધૂમ વેચાણ, અમદાવાદમાં 6500 ટુવ્હિલર, 2400 કાર વેચાઇ

@નિકુંજ પટેલ

નવરાત્રી શરૂ થતાં પહેલા જ બજારમાં ખરીદીનો માહોલ જામતો હોય છે. બીજી તરફ દશેરાના તહેવાર નિમિત્તે શહેરીજનો મકાન, ઓફિસ અને વાહનો ખરીદવાનો આગ્રહ રાખે છે. જેમાં દશેરાને દિવસે બજારમાં ફાફડા જલેબી સાથે વાહનોનું પણ જોરદાર વેચાણ થયું છે. અમદાવાદમાં આજે દશેરાને દિવસે જ 6,500 જેટલા ટુ વ્હીલરનું વેચાણ થયું છે. જ્યારે ગુજરાતભરમાં અંદાજે 45,000 ટુ વ્હીલરનું વેચાણ થયું છે.

દશેરાના તહેવારમાં લોકો વાહન ખરીદવા ધસારો કરતા હોય છે. અનેક લોકોએ અગાઉથી અલગ અલગ શોરૂમમાં પોતાના ટુ વ્હીલર અને કાર નોંધાવી દીધા હતા. તે સિવાય દશેરાએ જ વાહનની ડિલીવરી મળે તેવા પ્રયાસ કર્યા હતા.

દશેરાના દિવસે જ અમદાવાદમાં અંદાજે 6,500 જેટલા ટુ વ્હીલર વાહનોનું વેચાણ થયું હતું. જ્યારે ગુજરાતમાં આ આંકડો 40 થી 45,00 સુધી પહોંચે છે. અમદાવાદમાં વિવિધ કંપનીના 2400 જેટલા ફોર વ્હીલ વાહનોનું વેચાણ થયું હતું. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો 10 થી 11,000 કારનું વેચાણ થયું હતું. છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં 12,000 જેટલા ટુ વ્હીલર વાહનોનું વેચાણ થયું છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 85,000 ટુ વ્હીલરનું વેચાણ થયું છે. જ્યારે અમદાવાદમાં 3800 જેટલી કાર વેચાઈ છે સાથે સાથે ગુજરાતભરમાં 19,000 જેટલા ફોર વ્હીલ વાહનો વેચાયા છે.

આમ વેચાણની સરખામણી કરીએ તો અમદાવાદમાં 10 દિવસમાં 12,500 ટુ વ્હીલર વેચાયા છે જ્યારે દશેરાના તહેવારમાં એક જ દિવસમાં 6,500 ટુ વ્હીલર વેચાયા છે. ઉપરાંત 10 દિવસમાં ગુજરાતમાં 85,000 ફોર વ્હીલ વાહનો સામે દશેરાએ એક જ દિવસમાં 45,000 કારનું વેચાણ થયું છે.


whatsapp ad White Font big size 2 4 દશેરાએ વાહનોનું ધૂમ વેચાણ, અમદાવાદમાં 6500 ટુવ્હિલર, 2400 કાર વેચાઇ


આ પણ વાંચોઃ ભાવનગરમાં ખેતી કામ કરતી 18 વર્ષીય સ્વસ્થ યુવતીનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચોઃ અમેરિકામાં CJI ચંદ્રચુડે જાતિ આધારિત ભેદભાવને લઈને આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચોઃ એશિયામાં યુદ્ધનો ખતરો, અમેરિકા થાડ અને પેટ્રિયક મિસાલ તૈનાત કરશે