Groundnut Oil/ સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 100 રૂપિયાનો વધારો

અમદાવાદમાં ફરીથી સીંગતેલ અને કપાસિયા તેલના ભાવે માઝા મૂકી છે. બંને તેલના ભાવમાં ડબ્બે 100 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જો કે સીંગતેલનો ભાવ તો એક સમયે ડબ્બે 3200 રૂપિયાને આંબી ગયો હતો અને તેના પછી ઘટ્યો હતો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 33 2 સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 100 રૂપિયાનો વધારો

અમદાવાદઃ અમદાવાદમાં ફરીથી સીંગતેલ અને કપાસિયા તેલના ભાવે માઝા મૂકી છે. બંને તેલના ભાવમાં ડબ્બે 100 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જો કે સીંગતેલનો ભાવ તો એક સમયે ડબ્બે 3200 રૂપિયાને આંબી ગયો હતો અને તેના પછી ઘટ્યો હતો.

હાલમાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2840ને પાર ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1,740 પર પહોંચ્યો છે. આમ સીંગતેલના ભાવે ફરીથી પાછી ડબ્બે ત્રણ હજાર તરફ તો કપાસિયા તેલના ડબ્બાના ભાવે ડબ્બે 1,740 તરફ દોટ લગાવી છે.

જો કે સીંગતેલના ભાવવધારાથી લોકોને આશ્ચર્ય એ વાતનું થયું છે કે ચૂંટણી આવે ત્યારે બધાના ભાવ ઘટતા હોય છે તો સીંગતેલના ભાવ કઈ રીતે ઘટ્યા. પેટ્રોલ જેવા પેટ્રોલ અને ડીઝલ જેવા ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે ત્યારે આ વખતે આ ભાવવધારાએ આશ્ચર્ય સર્જયુ છે. તેમને લાગી રહ્યુ છે કે સત્તાવાળાઓને સત્તાને મદ ચઢી ગયો છે. તેમને ચૂંટણીમાં તેમનો વિજય નિશ્ચિત લાગી રહ્યો છે. લોકોને લાગી રહ્યુ છે કે આ તો એક હાથ લે અને બીજા હાથે દે જેવી સ્થિતિ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા તો સામે સીંગતેલના ભાવ વધ્યા. હવે પેટ્રોલ-ડીઝલ વગર ચાલવાનું જ નથી. આ જ રીતે ગુજરાતીઓને સીંગતેલ વગર ચાલવાનું જ નથી. તેથી મોંઘવારીનો આ માર સહન કર્યે જ છૂટકો. તેમા પણ ખાસ કરીને એક જ પગાર પર નભતા લોકોની સ્થિતિ વધુને વધુ કફોડી થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…