Vibrant Gujarat Summit/ 2024માં દેશની પહેલી ‘મેક ઇન ઇન્ડિયા ચીપ’નું ઉત્પાદન ગુજરાતમાં થશે: કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ

સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ભારતમાં ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. હેલ્થ, એગ્રીકલ્ચર કે લોજીસ્ટીક્સ, માનવ જીવનને સ્પર્શતા તમામ સેક્ટરમાં સ્માર્ટ ટેકનોલોજીનો વપરાશ વધી રહ્યો છે. ઇન્ટરનેટ ઓફ થીંગ્ઝ (IoT) અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) રોજીંદા જીવનમાં સામેલ થઇ રહ્યું છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 11T134820.818 2024માં દેશની પહેલી ‘મેક ઇન ઇન્ડિયા ચીપ’નું ઉત્પાદન ગુજરાતમાં થશે: કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ

Gandhinagar News : મહાત્મા મંદિર ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે બીજો દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 10મી કડીનાં બીજા દિવસે સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શનમાં ગુજરાતને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આજે વાઈબ્રન્ટ સમિટમાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતો સ્ટાર્ટ અપ્સ, ઇ-કોમર્સ, પોર્ટ આધારિત શહેરી વિકાસ, ઇલેક્ટ્ર્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ, ઈન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ, કૌશલ્ય વિકાસ માટે ગ્લોબલ નેટવર્કસનો વિકાસ, TECHDE ટેકનોલોજી તરફ ભારત, Gift City અને સેમિકન્ડકટર્સ અને ઈલેક્ટ્રોનિક્સ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

WhatsApp Image 2024 01 11 at 1.12.41 PM 2024માં દેશની પહેલી ‘મેક ઇન ઇન્ડિયા ચીપ’નું ઉત્પાદન ગુજરાતમાં થશે: કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં કહ્યું કે, સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ભારતમાં ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. હેલ્થ, એગ્રીકલ્ચર કે લોજીસ્ટીક્સ, માનવ જીવનને સ્પર્શતા તમામ સેક્ટરમાં સ્માર્ટ ટેકનોલોજીનો વપરાશ વધી રહ્યો છે. ઇન્ટરનેટ ઓફ થીંગ્ઝ (IoT) અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) રોજીંદા જીવનમાં સામેલ થઇ રહ્યું છે. આ તમામ અત્યાધુનિક ટેકનોલોજીના મૂળમાં સેમિકન્ડક્ટર ચિપ્સ અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ જ છે અને વિશ્વને રિલાયેબલ ચીપ સપ્લાય ચેઈનની જરૂર છે.

વિશ્વની આ જરૂરીયાતને પૂરી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ માટે વિશ્વને એક મજબૂત સપ્લાય ચેઈન પૂરી પાડવા સક્ષમ છે. તેમાં ગુજરાત અગ્રિમ યોગદાન આપી શકે તેમ તેમણે ઉમેર્યું હતું. આ માટે ગુજરાતનો રોડમેપ પ્રસ્તુત કરતાં તેમણે જણાવ્યું કે એ.આઇ., આઇ. ટી., બાયોટેક, ફિનટેક, ડ્રોન, સેમિકન્ડક્ટર્સ વિશ્વના ઉભરતા દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહેવા ગુજરાત પ્રતિબદ્ધ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉતરોત્તર સફળતાએ આજે ગુજરાતને નેટવર્કિંગ એન્ડ નોલેજ શેરિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ બનાવ્યું છે અને હવે ભવિષ્યના વિશ્વ તરફ દૃષ્ટિ રાખીને રાજ્યને ગેટ વે ટુ ધી ફ્યુચર બનાવવાની સરકારની નેમ છે. સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ માટેનો આ સેમિનાર પણ તેને સુસંગત છે, તેમ તેમણે ઉમેર્યું હતું. ફ્યુચર રેડી ઇન્ડિયા માટે ફ્યુચર રેડી ગુજરાત’ બનાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ અવસરે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરવામાં વડાપ્રધાનનાં વિઝનથી શરૂ થયેલું એવું મોડેલ છે. જેનાં કારણે ગુજરાતમાં નવી ટેકનોલોજી અને નવા ઉદ્યોગો આવ્યાં છે. આ અમૃતકાળની પહેલી વાયબ્રન્ટ સમિટ છે. આ સમિટમાં જે પ્રકારનાં એમ.ઓ.યુ. અને કરાર થયાં છે તે વિકસિત ભારત બનવાની શરૂઆત છે અને ગુજરાત પાસે પ્રધાનમંત્રીનાં વિઝનને જમીન પર ઉતારવા માટેની સક્ષમ મશીનરી છે. ઉપરાંત, દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા ચીપનું ગુજરાતમાં 2024માં ઉત્પાદન થશે.

WhatsApp Image 2024 01 11 at 1.12.45 PM 2024માં દેશની પહેલી ‘મેક ઇન ઇન્ડિયા ચીપ’નું ઉત્પાદન ગુજરાતમાં થશે: કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ

સેમિનારમાં માઇક્રોનનાં સી.ઇ.ઓ. સંજય મેહરોત્રાએ રાજ્ય સરકાર અને ભારત સરકારનાં અભૂતપૂર્વ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે ભારતમાં મજબૂત સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનું નિર્માણ થશે તે દિવસો દૂર નથી.

સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં ગુજરાત સરકાર અને કોરિયન કંપની સિન્ટેક વચ્ચે એમ.ઓ.યુ. થયાં હતા. આ સાથે માઇક્રોન અને નેનટેક તથા સીસ્કો અને નેનટેક વચ્ચે સહભાગિતા માટેનાં કરાર થયાં હતા.