Not Set/ જૂનાગઢના વિસાવદરમાં બાળ લગ્ન અટકાવ્યા

બાળલગ્ન અટકાવ્યા જૂનાગઢમાં

Gujarat
marraige જૂનાગઢના વિસાવદરમાં બાળ લગ્ન અટકાવ્યા

બાળલગ્ન ગેરકાયદેસર હોવા છંતા પણ સમાજમાં હજીપણ બાળલગ્ન થઇ રહ્યા છે. બાળલગ્ન પ્રથા સંપૂર્ણ રીતે નાબૂદ થઇ નથી.જૂનાગઢમાં બાળ સુરક્ષા અધિકારીએ વિસાવદર તાલુકાના લાલપુર ગામમાં બાળ લગ્ન થતાં હોવાની માહિતી મળી હતી.ટીમ લાલપુર ગામમાં જઈને તપાસ કરતાં 15 વર્ષની કિશોરીના લગ્ન થયાનું બહાર આવ્યું હતું  પોલીસે કિશોરીના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ કરીને બાળકીના બાળ લગ્ન અટકાવ્યા હતા. બાળ લગ્ન અટકાવ્યા બાદ બાળકીએ માતા-પિતા સાથે જવાની ના પાડતા જૂનાગઢ શિશુમંગલ મોકલી દેવામાં આવી હતી.

વિસાવદર તાલુકાના લાલપુર ગામમાં બાળ લગ્ન થઈ રહ્યા હોવાની માહિતી જિલ્લા સમાજસુરક્ષા અધિકારીને ટેલિફોન મારફતે મળી હતી. સમાજ સુરક્ષા અધિકારીની ટીમ ગામમાં પહોંચી હતી  તપાસ કરતાં માલુમ પડયું કે  15વર્ષની કિશોરીના લગ્ન થઇ રહ્યા છે સત્વરે લગ્ન અટકાવીને કિશોરીના માતા-પિતા સામે ફરિયાદ કરી હતી.બાળ લગ્ન અટકાવ્યા બાદ સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા અધિકારીની ટીમે પોલીસની હાજરીમાં બાળકીને તેના માતા-પિતાને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ બાળકીએ તેમના માતા-પિતા સાથે જવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેતા તેને શિશુમંગલમાં મોકલી દેવામાં આવી હતી.