Not Set/ પૂર્વ PM ની તબિયત લથડી, દેવેગૌડા અને તેમના પત્નિ કોરોના પોઝિટિવ

કોરોના વાયરસનો કેર દેશમાં વધતો જઇ રહ્યો છે. દિગ્ગજ અભિનેતાઓથી લઇને દિગ્ગજ નેતાઓ પણ આ વાયરસનાં ઝપટમાંથી દૂર રહી શક્યા નથી.

Top Stories India
asd 34 પૂર્વ PM ની તબિયત લથડી, દેવેગૌડા અને તેમના પત્નિ કોરોના પોઝિટિવ

કોરોના વાયરસનો કેર દેશમાં વધતો જઇ રહ્યો છે. દિગ્ગજ અભિનેતાઓથી લઇને દિગ્ગજ નેતાઓ પણ આ વાયરસનાં ઝપટમાંથી દૂર રહી શક્યા નથી. જી હા, હવે કોરોનાવાયરસનો કેર રાજનીતિ પર ગ્રહણ લગાવી રહ્યો છે. હવે દેશનાં પૂર્વ વડા પ્રધાન અને જેડીએસ નેતા એચડી દેવેગૌડા કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. પૂર્વ વડા પ્રધાન દેવગૌડાની સાથે તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

નવા નિયમ લાગુ / 1 એપ્રિલથી કોમનમેનને પડશે મોંઘવારીનો માર, આટલી ચીજ-વસ્તુઓ થશે મોંઘી

પૂર્વ વડા પ્રધાન અને જેડીએસ નેતા એચડી દેવેગૌડા અને તેમની પત્ની ચેન્નમ્માએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ આવી ગયો છે, જેમા તેઓ બન્ને સંક્રમિત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. 87 વર્ષીય પૂર્વ વડા પ્રધાન દેવેગૌડાએ બુધવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી શેર કરી હતી. પૂર્વ વડા પ્રધાન એચડી દેવે ગૌડાએ ટિ્‌વટ કર્યું હતું કે, “મારી પત્ની ચેન્નમ્મા અને હું કોવિડ-19 નાં ટેસ્ટમાં પોઝિટિવ નિકળ્યા છીએ. અમે પરિવારનાં અન્ય સભ્યો સાથે સેલ્ફ આઇસોલેચ છીએ. હુ તે દરેકને વિનંતી કરુ છુ કે, જે છેલ્લા ઘણા દિવસોમાં અમારા સાથ સંપર્કમાં આવ્યા છે, તેઓ કોરોના ટેસ્ટ કરાવી લે. હું પાર્ટીનાં કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને વિનંતી કરું છું કે ડરશો નહી.

Alert! / 1 એપ્રિલથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનાં નિયમોમાં થશે ફેરફાર,જાણો એક ક્લિક કરી

આપને જણાવી દઈએ કે, એચ.ડી.દેવગૌડા 1 જૂન, 1996 થી 21 એપ્રિલ, 1997 સુધી દેશનાં વડા પ્રધાન રહ્યા છે અને હાલમાં તેઓ રાજ્યસભામાં જેડીએસનાં સભ્ય તરીકે તેમની પાર્ટીમાંથી કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરે છે. આપને જણાવી દઇએ કે, કોરોનાની બીજી લહેર કર્ણાટકની રાજધાની બેંગાલુરુમાં આવી છે. બેંગલુરુમાં દરરોજ લગભગ 1350 કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. છેલ્લા બે અઠવાડિયામાં કોવિડ-19 નાં 16,921 નવા કેસ નોંધાયા હતા. કોરોના કેસની ગતિ હોવા છતાં, રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે અમે શાળાઓ અને કોલેજો બંધ કરી રહ્યા નથી. કોરોનાને રોકવા માટે બાળક માર્ગદર્શિકાઓનું પાલન કરે. વળી લગ્ન સમારોહમાં વધુ સંખ્યામાં લોકો ન ભેગા થાયા તે માટે સરકારી તંત્ર નિરીક્ષણ કરી રહી છે. હાલનાં સમયમાં, કોરોના પોઝિટિવ આતા 20 થી 40 વર્ષની વયનાં લોકોની સંખ્યા વધુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ