Not Set/ 1 એપ્રિલથી કોમનમેનને પડશે મોંઘવારીનો માર, આટલી ચીજ-વસ્તુઓ થશે મોંઘી

આવતી કાલથી એપ્રિલ મહિનાની શરૂઆત થવા જઇ રહી છે. આ મહિનો લોકોને ઘણો મોટો આંચકો આપવાનો છે. આ આંચકો મોંઘવારીનો રહેશે.

India
  • એક એપ્રિલથી કોમનમેનને પડશે મોંઘવારીનો માર
  • નવા નિયમ લાગૂ થતાં વધશે મોંઘવારી
  • એક એપ્રિલથી આવશે નવા નિયમો
  • ઇલેકટ્રોનિકથી માંડી ઘણી ચીજવસ્તુનાં વધશે ભાવ
  • ટુ-વ્હીલર,થ્રી-વ્હીલરમાં 1 એપ્રિલથી વધશે ભાવ
  • ટીવીનાં ભાવમાં રૂ.2 હજારથી 3 હજારનાં વધારાની શકયતા
  • મોબાઇલ ફોન,ચાર્જર,એડોપ્ટર,બેટરમાં થશે ભાવવધારો

આવતી કાલથી એપ્રિલ મહિનાની શરૂઆત થવા જઇ રહી છે. આ મહિનો લોકોને ઘણો મોટો આંચકો આપવાનો છે. આ આંચકો મોંઘવારીનો રહેશે. 1 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલ પછી દૂધ, ટીવી, પંખા અને સ્માર્ટફોન સિવાય બીજી ઘણી વસ્તુઓ મોંઘી થશે, જેની અસર સીધા સામાન્ય માણસનાં ખિસ્સા પર પડશે. આ ઉપરાંત 1 એપ્રિલથી હવાઈ મુસાફરી પણ મોંઘી થશે.

  • સીતારમણે બજેટમાં ઇલે.પ્રોડકટ પર ડયૂટી વધારવા કરી હતી જાહેરાત
  • AC અને રેફ્રિજરેટરનાં ખરીદદારોને પણ લાગશે ઝટકો
  • એર કન્ડીશનરનાં ભાવ રૂ.1500થી 2000રૂ.વધી શકે
  • હવાઇ સફરમાં પણ થઇ શકે છે ભાવવધારો
  • ડોમેસ્ટિક ફલાઇટ દરમાં 5 ટકાનો થશે વધારો
  • ઇન્શ્યોરેન્સ પોલીસીનાં દરમાં પણ થશે વધારો
  • ટર્મ ઇન્શ્યોરેન્સનાં પ્રીમિયમમાં 10-15 ટકાનો થશે વધારો
  • સ્ટીલની કિંમતમાં પણ વધારો થઇ શકે છે

આવતા મહિનાની પહેલી તારીખથી સામાન્ય માણસનાં જીવન પર અને ખાસ તેના ખિસ્સા પર સીધી અસર પડવાની છે. એક એપ્રિલથી નવા નિયમો લાગુ થતા ઇલેક્ટ્રોનિકથી માંડી ઘણી ચીજવસ્તુઓનાં ભાવ વધવાના છે. આવો જાણીએે 1 એપ્રિલ, 2021 થી એવી કેટલી ચીજ-વસ્તુઓ છે, જે સામાન્ય માણસનું બજેટ બગાડી શકે છે.

ચૂંટણી જરૂરી કે જનતા / કોર્પો.ની ચૂંટણી પહેલા ગાંધીનગરનું સચિવાલય બન્યું કોરોનાનું હોટસ્પોટ

ટીવી મોંઘા થશે

નવા નાણાકીય વર્ષનાં પહેલા દિવસથી જ ટીવી મોંઘા થઈ જશે. ટીવીનાં ભાવમાં છેલ્લા આઠ મહિનામાં સતત વધારો જોવા મળ્યો છે. દરમિયાન ટીવી ઉત્પાદકોએ પણ પી.એલ.આઇ. યોજનાઓમાં ટીવી લાવવાની માંગ કરી છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે 1 એપ્રિલ 2021 થી, ટીવીની કિંમતમાં ઓછામાં ઓછા 2 થી 3 હજાર રૂપિયાનો વધારો થશે.

દૂધનાં ભાવમાં વધારો થશે

નવા નાણાકીય વર્ષથી દૂધનાં ભાવમાં પણ વધારો થઈ શકે છે. ખેડૂતોએ ચેતવણી આપી હતી કે તેઓ દૂધનાં ભાવ રૂ.55 પ્રતિ લિટર કરી દેશે. જોકે, કેટલો વધારો કરવામાં આવશે તે 1 એપ્રિલ પછી જ સ્પષ્ટ થશે.

તાપમાનમાં વધારો / દેશનાં આ રાજ્યોમાં વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર

એક્સપ્રેસ વે પર મુસાફરી બનશે વધુ ખર્ચાળ

પહેલી એપ્રિલથી આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પરની મુસાફરી વધુ ખર્ચાળ બનશે. ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવે ઔદ્યોગિક વિકાસ ઓથોરિટી બોર્ડે વર્ષ 2021-22 માટેનાં નવા દરોને મંજૂરી આપી છે. લઘુત્તમમાં રૂ.5 અને મહત્તમ રૂ.25 નો વધારો કરાયો છે.

એસી, ફ્રિજ, કુલર પણ મોંઘા થઈ શકે છે

ઉનાળાની ઋતુમાં તમારા બજેટનો પારો વધવા જઇ રહ્યો છે. એસી કંપનીઓ 1 એપ્રિલથી કિંમતોમાં વધારો કરવાનું વિચારી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વધતા કાચા માલનાં ભાવને કારણે કંપનીઓ એસીનાં ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. તે ચર્ચાનો વિષય છે કે એસી બનાવતી કંપનીઓ ભાવમાં 4 થી 6 ટકાનો વધારો કરવાનું વિચારી રહી છે. એટલે કે, પ્રતિ યુનિટ એસીની કિંમત રૂ.1,500 થી લઇને 2,000 સુધી થઈ શકે છે.

New Invention / હવે આવી ગયુ માત્ર નાકવાળું માસ્ક, આસાનીથી ખાઇ-પી શકશો

કાર અને બાઇક થશે મોંઘા

જો તમે એપ્રિલ મહિનામાં કાર અથવા બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સાવધાન રહો, કારણ કે તે પછી મોટાભાગની કંપનીઓ કિંમતમાં વધારો કરશે. મારુતિ, નિસાન જેવી કંપનીઓએ ભાવ વધારાની જાહેરાત કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ