સુરત ખાતે લક્ઝુરિયસ બ્લેક ફોરચુનર ગાડી એ એક યુવકને અડફેટે લેતા વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં અવધ વાઇસરોય બિલ્ડીંગ પાસે બ્લેક કલરની ફોર્ચ્યુનર ગાડી એ એક્ટિવા સવાર ને અડફેટે લીધો હતો. લક્ઝરિયસ ગાડીનો ચાલક નશાની હાલતમાં હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું.
સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા 28 વર્ષીય સાગર પોતાની બહેનના ઘરે થી યોગી ચોક તરફ જતો હતો તે દરમિયાન બ્લેક ફોર્ચ્યુનર ગાડીએ તેને અડફેટે લીધો હતો ગાડી ચાલક નિમેષ બાબુ સાકરીયા હોવાનું જાણવા મળ્યું છે. 143 શાંતિનાગર -2 સરથાણામાં રહે છે. સાગર એક્ટીવા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બેફામ રીતે ગાડી હંકારીને તેને અડફેટે લીધો હતો અડફેટે લેતા ની સાથે જ આસપાસના તમામ લોકો દોડી આવ્યા હતા લોકો વધુ એકત્રિત થતાં નિમેષ સાકરીયા ગાડી છોડી ને ભાગી ગયો હતો લોકોએ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ફોર્ચ્યુનર ગાડી ના માલિક નિમેશ બાબુ સાકરીયા એ 30 થી 40 ફૂટ સુધી સાગરને ઘસડાયો હતો. એટલી હદે બેફામ રીતે ગાડી હંકારતો હતો. ગાડી નંબર GJ-05-RJ-0551નો ચાલક નિમેષ સાકરીયા હંમેશા દારૂ પીધેલી હાલતમાં એ રસ્તા ઉપર ફરતો હોવાની સ્થાનિક લોકોએ કેફિયત રજૂ કરી છે.
સાગર ના બનેવી નિકુંજ સવાણી સરથાણા પોલીસ સ્ટેશનમાં નિમેષ સાકરીયા વિરોધ ફરિયાદ નોંધાવી છે. અકસ્માત બાદ સાગરને ધર્મનંદન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જેમાં તેના બંને હાથના ફેક્ચર છે અને માથાના ભાગે ગંભીર ઇજા થઇ છે. નશાની હાલતમાં ગાડી અહંકારને સખ્તાઈપૂર્વક ની કામગીરી કરવી જોઈએ.
