Aravalli News/ અરવલ્લી :શામળાજી અને માલપુરમાં આગના બનાવો

ડુંગર પર લાગેલી Fire પવનના કારણે ઝડપથી ફેલાઈ ગઈ હતી

Gujarat Others
અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર ડુંગર વિસ્તારમાં આગ (Fire)લાગવાની ઘટના સામે આવી છે

Aravalli News : અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર ડુંગર વિસ્તારમાં આગ (Fire)લાગવાની ઘટના સામે આવી છે. શામળાજી આશ્રમ ચોકડી નજીક આવેલા ડુંગર પર લાગેલી આગ પવનના કારણે ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગ રૂદરડી ગામના ડુંગર સુધી પ્રસરી જતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

માલપુર વિસ્તારના લોઢીયાના પહાડીયા (અંબાવા) ખાતે પણ ડુંગરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ભારે પવનને કારણે આગ વધુ વિસ્તારમાં ફેલાઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં ડુંગરોમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

આગની માહિતી મળતાં જ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે, જેના કારણે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો : કલોલમાં મધરાત્રે ઓઈલ ગોડાઉનમાં ભીષણ આગ, 2.5 લાખ લિટર પાણીનો મારો, કરોડોનું નુકસાન

આ પણ વાંચો : સુરતના કાપોદ્રામાં ભીષણ આગ, LPG સિલિન્ડર બ્લાસ્ટમાં 2ના મોત, 11ને બચાવાયા

આ પણ વાંચો : અમદાવાદમાં કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ, 30થી વધુ દુકાનો બળીને ખાખ