Not Set/ બિઝનેસ પાર્ટનરના 100 ટુકડા કરી લાશને રસ્તામાં ફેંકી દીધી,ભેદ ઉકેલાયો ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ

અમદાવાદથી નજીક આવેલા અસલાલીથી હાથીજણ તરફ જવાના રોડ પરથી એકાદ અઠવાડિયા પહેલા એક લાશ મળી આવી હતી.હવે આ લાશનો ભેદ ઉકેલાયો છે અને તે અમદાવાદના એક યુવકની હોવાનું સામે આવ્યું છે.આ હત્યા ગોમતીપુર વિસ્તારમાં રહેતા 40 વર્ષના સાકીર અબ્દુલમલિક શેખની થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાકીરની લાશનું માથું અને આંગળીઓ ગુમ હોવાથી પોલીસ […]

Ahmedabad Gujarat

અમદાવાદથી નજીક આવેલા અસલાલીથી હાથીજણ તરફ જવાના રોડ પરથી એકાદ અઠવાડિયા પહેલા એક લાશ મળી આવી હતી.હવે આ લાશનો ભેદ ઉકેલાયો છે અને તે અમદાવાદના એક યુવકની હોવાનું સામે આવ્યું છે.આ હત્યા ગોમતીપુર વિસ્તારમાં રહેતા 40 વર્ષના સાકીર અબ્દુલમલિક શેખની થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

સાકીરની લાશનું માથું અને આંગળીઓ ગુમ હોવાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને લાશના ટુકડા કરવામાં આવ્યા હતા. સાકીરની હત્યા તેના બિઝનેસ પાર્ટનર મોહંમદ મતલુબ મોહંમદ ફારૂકે કરી હોવાનું સામે આવ્યું છે.મોહમ્મદને સાકીર પાસેથી 9 લાખ રૂપિયા લેવાના જતા જેની લેતી દેતીમાં હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અસલાલી સર્કલ નજીક આવેલી એક ચાની કીટલી આ પાસે પ્લાસ્ટિકની બે થેલીમાં અત્યંત દુર્ગંધ મારતી હતી. ચાની કીટલી ધરાવતી વ્યક્તિએ આ અંગે તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાં લઈને પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પ્લાસ્ટિકની થેલી ખોલીને તપાસ કરતાં તેઓ ચોંકી ગયા હતાં. પ્લાસ્ટિકની બે થેલીમાં માથા વગરની લાશ હતી.

આરોપી મોહમ્મદે સાકીરને તેમના ઘરે બોલાવી પ્રથમ ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યો બાદમાં આરોપીએ સાકીરનું માથુ તથા બન્ને હાથના પંજા કાપડ કાપવાની એક કટરથી કાપી અલગ કરી દીધા, પછી સાકીરના આખા શરીરના નાના ટુકડા કરી નાખ્યા પછી એક બ્લુ કલરની પ્લાસ્ટીકની કોથળીમાં સાકીરનું માથુ તથા બન્ને હાથ મુકી પાર્સલ તૈયાર કર્યું. બાકીના સાકીરના શરીરના નાના ટુકડા કરેલા તે બ્લુ કલરની પ્લાસ્ટીકની કોથળીમાં નાખી તેના બે પાર્સલ સફેદ પ્લાસ્ટીક (મીણીયા)ની કોથળીમાં નાખી દોરાથી જાતેથી સીવી તૈયાર કરેલા ત્યારબાદ તેમના બાથરૂમમાં નાહી ધોઇને બીજા કપડા પહેરીને પ્રથમ સાકીરના બે મોબાઇલ ફોન સરસપુર એક કચરાની પેટીમાં નાખીને પરત ઘરે આવ્યો હતો.

સાકીરની હત્યા બાદ મોહમ્મદ લાશને પાર્સલમાં નાખી ભાડે કરેલી રીક્ષામાં તે અસલાલી લઈ ગયો હતો.મોહંમદ ફારૂક પોતે પકડાઈ ન જાય તે માટે તેમના વતન અમરોહા ઉત્તર પ્રદેશ ના રોજ જતો રહ્યો હતો. જોકે ત્યાંથી પાછા ફરતા એરપોર્ટ પર તે પોલીસના હાથે પકડાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.