Bhavnagar District/ ભાવનગર એલસીબીએ લાખોની કિંમતનો દારૂ ઝડપ્યો

13.28 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સો પકડાયા

Top Stories Gujarat

Bhavnagar News : ગુજરાતમાં કાગળ પર રહેલી દારૂબંધી ફરીએક વાર છતી થઈ છે. ભાવનગરમાં પોલીસે અંદાજે 13.28 લાખ રૂપિયાની કિંમતના દારૂ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે.ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે રૂ.13,28,020 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. દારૂનો આ મસમોટો જથ્થો લોખંડના દાણાની આડમાં ભાવનગરમાં ઘુસાડવામાં આવતો હોવાની  ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

પોલીસે દારૂની હેરાફેરીના આ કેસમાં દિપક ઉર્ફે દીપો વાઘેલા, વિશાલ ઉર્ફે બાંછિયો ચૌહાણ અને મજીદ શેખને ઝડપી લીધા હતા. બાદમાં તમામને નેળાવદર પોલીસને સોંપવામાં આવ્યા હતા. દારૂનો આ જ્થો ક્યાંતી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તં અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢમાં ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો

આ પણ વાંચો:ભૂજમાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા

આ પણ વાંચો:જમીનોના કાળાધોળા સામે વડોદરાના ધારાસભ્યની જ ગંભીર ફરિયાદ