આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ રજૂ થયા પહેલા જ શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બજાર ખૂલતા જ સેન્સેક્સમાં સામાન્ય વધારો જોવા મળ્યો જ્યારે નિફ્ટીની ફલેટ શરૂઆત થઈ હતી. બાદમાં બજાર ખૂલ્યાના ટૂંકાગાળામાં બજેટમાં રેલ્વે સેક્ટરમાં મોટી જાહેરાતને પગલે રેલ્વે શેરોમાં તેજી જોવા મળી. IRFC, RVNL અને IRCTCના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સાથે IRCON શેર પણ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.
આજે બજેટમાં મહિલાઓ, ખેડૂતો અને રેલ્વે સેક્ટરને લઈને મોટી ઘોષણા થઈ શકે છે. દરમ્યાન આજે બજેટ રજૂ થતા પહેલા રેલ્વે શેરોમાં ઉછાળો જોવા મળ્યો. શેરબજારમાં આજે ઈન્ડિયન રેલ્વે ફાયનાન્સ કોર્પોરેશન (IRFC શેર પ્રાઇસ) ના શેર આજે 3 ટકા ઉછળ્યા હતા અને શેર દીઠ રૂ. 180.50 પર ટ્રેડ કરી રહ્યા હતા. તેણે એક મહિનામાં 77 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. રેલ વિકાસ નિગમ (RVNL શેર પ્રાઈસ)ના શેરમાં આજે 2.22 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જે શેર દીઠ રૂ. 315 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે એક મહિનામાં 71 ટકા વળતર આપ્યું છે. IRCTC આજે 1 ટકા વધીને રૂ. 986 પ્રતિ શેર (IRCTC શેરની કિંમત) પર છે. આ શેરે એક મહિનામાં રોકાણકારોને 10 ટકા વળતર આપ્યું છે. જ્યારે રેલવેના અન્ય શેરોની વાત કરીએ તો આજે IRCON ઇન્ટરનેશનલના શેરમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં ઈરકોન ઈન્ટરનેશનલના શેર રૂ. 239 પ્રતિ શેરના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં આ શેરે 35 ટકાથી વધુ વળતર આપ્યું છે.
બજાર ખલુતા જ આજે સેન્સેક્સ અને નિફ્ટી 50 આજે લીલા નિશાન પર ખુલ્યા હતા, પરંતુ થોડા સમય બાદ ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 10 વાગ્યે સેન્સેક્સ 121.37 પોઈન્ટ વધીને 71,873.48ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈના 14 શેરમાં વધારો થયો હતો, જ્યારે 16 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી 50ની વાત કરીએ તો તે 21 પોઈન્ટના ઉછાળા બાદ 21,747.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. NSEના 1,152 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 1,050 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
લોકસભા ચૂંટણીને પગલે નિષ્ણાતોને આ બજેટમાં કોઈ મોટી ઘોષણા નહી કરવામાં આવે તેવું અનુમાન છે. વચગાળાનું બજેટ અત્યારે રજૂ થઈ રહ્યું છે.
જોઈએ બજેટને લઈને મહત્વની વાતો
- ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી
- લક્ષદ્વીપમાં ઇન્ફ્રાસ્ટ્રકચરને પ્રોત્સાહન આપવામાં આવશે
- 40 હજાર સામાન્ય રેલ કોચ વંદે ભારત જેવા કોચમાં બદલાશે
- રક્ષા ક્ષેત્રમાં ટેકનોલોજી અને આત્મનિર્ભરતા પર ભાર મૂકાશે
- મિડલ કલાસ માટે આવાસ યોજના લાવવામાં આવશે
- સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સર્વાઈકલ કેન્સર અને વૈક્સીનેશન પર ધ્યાન અપાશે
- માતૃ અને બાળશિશુની દેખરેખ માટે લાવવામાં આવશે યોજના
- 9-14 વર્ષની બાળકીના ટિકાકરણ પર ધ્યાન અપાશે
- પીએમ જનધન યોજના હેઠળ આદિવાસી સમાજને સામેલ કરાશે
નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરતા પહેલા 58 મિનિટ ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે અત્યાર સુધી પીએમ મોદીના નેતૃત્વમાં ભારત દેશે કરેલ વિકાસ ગાથાની વાત કહી. તેમજ 2047 સુધી ભારત વિકસિત રાષ્ટ્ર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમારી સરકારે ભાઈ-ભતીજાવાદ અને ભ્રષ્ટાચારને દૂર કર્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે આગામી લોકસભા ચૂંટણીને લઈ અમે વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છીએ. વચગાળાનું બજેટ હોવાથી અમારી સરકાર કોઈ ‘લોકલુભાવન ઘોષણા’નથી કરવા જઈ રહી. લોકસભા ચૂંટણી બાદ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે નિર્મલા સીતારમણ છઠ્ઠી વખત બજેટ રજૂ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. વધુ વખત બજેટ રજૂ કરનાર તે એકમાત્ર મહિલા નાણાંમંત્રી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ