Interim Budget 2024/ આ ચાર જાતિઓ પર સરકારનું ફોકસ : નિર્મલા સીતારામન

પીએમ ફસલ વીમા યોજના દ્વારા 4 કરોડ઼ ખેડૂતોને આનો લાભ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણું કામ કરી રહી છે. 2014 પહેલા ઘણા પડકારો હતા. છેલ્લા 10 વર્ષમાં 30 કરોડ મુદ્રા યોજના લોન મહિલા ઉદ્યમીઓને…

Top Stories Union budget 2024 India Business
YouTube Thumbnail 2024 02 01T122511.507 આ ચાર જાતિઓ પર સરકારનું ફોકસ : નિર્મલા સીતારામન

Interim Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને(Nirmala Sitharaman) આજે સંસદમાં વચગાળાનું બજેટ (Interim Budget) રજૂ કર્યું છે. નાણામંત્રીએ આ બજેટમાં ઘણી જાહેરાતો કરી છે. આ વર્ષે બજેટમાં ચાર જાતિઓ પર સૌથી વધુ ધ્યાન આપ્યું છે. આ ચાર જાતિ બીજુ કોઈ નહીં પણ ગરીબ, મહિલા, યુવા અને ખેડૂત છે. થોડા દિવસો અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચાર જાતિઓ વિશે ઉલ્લેખ કર્યો હતો.

ચાર જાતિઓ માટે શું કરવામાં આવ્યું?

ગરીબ, મહિલા, યુવા અને ખેડૂત વિશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું કે, બધા માટે સૌથી વધુ જરૂર છે મકાન, હર ઘર જલ, અને વીજળી પર વધુ ભાર મૂકાયો હતો. 80 કરોડ લોકોને મફત અનાજની સુવિધા પૂરી પાડવામાં આવી છે. તે સિવાય ખેડૂતો માટે એમએસપી દર પણ વધારવામાં આવ્યો છે. સાથે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર પણ જોર આપવામાં આવ્યું છે. યોગ્ય લોકોને સરકારી યોજનાનો લાભ આપવામાં આવશે.

ગરીબ, મહિલા, યુવા અને ખેડૂતો પર સરકારે વધુ ધ્યાન આપ્યું છે. તેમના સર્વાંગી વિકાસ પર સર્વત્ર અને સમાવિષ્ટ વિકાસ પર કામ કરાઈ રહ્યું છે.

25 કરોડ લોકોને ગરીબીમાંથી મુક્ત કર્યા

નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું કે, ગરીબો, મહિલાઓ, યુવા વર્ગ અને ખેડૂતો એવા અન્નદાતાઓ પર અમારી સરકાર સૌથી વધુ ધ્યાન આપી રહી છે. તેમની જીંદગી સારી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. અમે ગરીબો માટે કામ કરીએ છીએ. ગરીબોનું કલ્યાણ જ દેશનું કલ્યાણ છે. અમે ગરીબો માટે કામ કરીએ છીએ. અમારી સરકારની કોશિશ રહેશે કે આ પ્રકારના લોકોને વધુ આગળ વધારવામાં આવે.

4 કરોડ ખેડૂતોને મળ્યો પાક વીમાનો ફાયદો

સંસદમાં નાણામંત્રીએ ઉલ્લેખ કરતા કહ્યું કે, પીએમ ફસલ વીમા યોજના દ્વારા 4 કરોડ઼ ખેડૂતોને આનો લાભ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણું કામ કરી રહી છે. 2014 પહેલા ઘણા પડકારો હતા. છેલ્લા 10 વર્ષમાં 30 કરોડ મુદ્રા યોજના લોન મહિલા ઉદ્યમીઓને આપવામાં આવી છે. ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 70 ટકા ઘરો મહિલાઓને મળ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ