AMC/ અમદાવાદ મહાનગરપાલિકાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું કર્યું આયોજન

મણિનગર વોર્ડ ખાતે  વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા PMJAY લાભાર્થીઓને કાર્ડ વિતરણ, પી.એમ. સ્વનિધી યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat
Capture 5 અમદાવાદ મહાનગરપાલિકાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું કર્યું આયોજન

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા બુધવારે ગોમતીપુર અને રાજપુર વોર્ડમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4272 લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન આરોગ્ય મેળામાં અઢી હજારથી વધુ લોકોએ પણ ભાગ લીધો હતો. સ્થળ પર આરોગ્ય મેળામાં તપાસ કરવામાં આવેલ લોકોમાંથી 273 શંકાસ્પદ ટીબીના દર્દીઓની પુષ્ટિ થઈ હતી. ઉપરાંત 773 લોકોને જીવનશૈલી સંબંધિત સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 808 લોકોને આયુષ્માન કાર્ડનો લાભ મળ્યો. 217 લોકોએ પીએમ સ્વાનિધિ યોજનાનો લાભ લીધો, જ્યારે 137 લોકોએ પીએમ ઉજ્જવલા યોજનાનો લાભ લીધો, 457 લોકોએ આધાર કાર્ડનો અને 88 લોકોએ ખેલો ઇન્ડિયા યોજનાનો લાભ લીધો. આ ઉપરાંત PM મુદ્રા લોન યોજનામાંથી 36 લાભાર્થીઓ, PME બસ સેવામાંથી 150 અને ઉજાલા યોજનામાંથી 30 લાભાર્થીઓને લાભ મળ્યો હતો.

અમદાવાદના મણિનગર વોર્ડ ખાતે AMC દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે મણિનગર વોર્ડમાં રૂ. ૭ કરોડથી વધુના ખર્ચે અદ્યતન વ્યાયામ શાળાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વ્યાયમ શાળાના બિલ્ડીંગના નવીનીકરણમાં સ્કેટીંગ રીંગ, ક્રિકેટ ગ્રાઉન્ડ વીથ એડવાન્સ ફલડ લાઇટીંગ, સીનીયર સીટીજન માટે મીટીંગ સ્પેસ, જરૂરી પાર્કીંગ વ્યવસ્થા, જીમ્નેશીયમ, ટેબલ ટેનીસ, ચેસ, કેરમ જેવી ઇન્ડોર ગેમ તેમજ લીફટ અને એર કન્ડીશનીંગની સુવિધાઓથી સજ્જ છે.

મણિનગર વોર્ડ ખાતે  વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા PMJAY લાભાર્થીઓને કાર્ડ વિતરણ, પી.એમ. સ્વનિધી યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જન ઔષધી યોજનાના લાભાર્થીઓ તેમજ ખેલો ઇન્ડિયા યોજનાના લાભાર્થીઓ અને નીક્ષય યોજનાના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, સર્વે ધારાસભ્યોશ્રી, સર્વે કાઉન્સિલર શ્રીઓ, ડેપ્યુટી મેયર શ્રી જતિન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી, સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે મહાપાલિકા દ્વારા ગુરુવારે માધુપુરામાં અને શાહીબાગમાં અર્બન સેન્ટર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું  આયોજન કરવામાં આવ્યું હતું.