Not Set/ ભીમા-કોરેગાવમાં ભડકેલી હિંસા બાદ આજે મહારાષ્ટ્ર બંધનું એલાન, ઠેર-ઠેર ઉગ્ર પ્રદર્શન

મહારાષ્ટ્રના પુણેમાં ભીમા-કોરેગાંવની જંગની ૨૦૦મી વરસી પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે ભડકેલી હિંસાની આગ રાજ્યના બીજા વિસ્તારોમાં પણ પ્રસરી હતી. પુણે બાદ આ હિંસાની આગ મુંબઇ, ઔરંગાબાદ, અહેમદનગરના વિસ્તારોમાં બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ આગજની અને તોડફોડના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યારબાદ બુધવારે હિંસાની વિરુધ કેટલાક સંગઠનો દ્વારા મહારાષ્ટ્ર બંધનું એલાન કરવામાં આવ્યું […]

Top Stories
DSlxiTZUMAA FlA ભીમા-કોરેગાવમાં ભડકેલી હિંસા બાદ આજે મહારાષ્ટ્ર બંધનું એલાન, ઠેર-ઠેર ઉગ્ર પ્રદર્શન

મહારાષ્ટ્રના પુણેમાં ભીમા-કોરેગાંવની જંગની ૨૦૦મી વરસી પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે ભડકેલી હિંસાની આગ રાજ્યના બીજા વિસ્તારોમાં પણ પ્રસરી હતી. પુણે બાદ આ હિંસાની આગ મુંબઇ, ઔરંગાબાદ, અહેમદનગરના વિસ્તારોમાં બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ આગજની અને તોડફોડના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યારબાદ બુધવારે હિંસાની વિરુધ કેટલાક સંગઠનો દ્વારા મહારાષ્ટ્ર બંધનું એલાન કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં બંધનું એલાન જોતા મુંબઈના ડબ્બાવાળાઓએ તેમની સર્વિસ રોકી છે. તેમજ પુરા મુંબઈમાં ૪૦,૦૦૦ સ્કુલ બસ બંધ કરવામાં આવી છે અને વાલીઓને પોતાના વાહનથી જ વિદ્યાર્થીઓને સ્કુલમાં મુકવા આવવા માટે આગ્રહ કર્યો છે.

DSlZeZ1VAAApU8f 1 ભીમા-કોરેગાવમાં ભડકેલી હિંસા બાદ આજે મહારાષ્ટ્ર બંધનું એલાન, ઠેર-ઠેર ઉગ્ર પ્રદર્શન DSl0ifhVoAA7PhI ભીમા-કોરેગાવમાં ભડકેલી હિંસા બાદ આજે મહારાષ્ટ્ર બંધનું એલાન, ઠેર-ઠેર ઉગ્ર પ્રદર્શન

live updates : 

ઘાટકોપરના મેટ્રો સ્ટેશન સુધી પ્રદર્શનકારીઓ પહોચી ચુક્યા છે. આ કરને મેટ્રો સેવા પણ પ્રભાવિત થઇ છે.

થાને રેલ્વે સ્ટેશનની બહાર RPI આંબેડકર પાર્ટીઓના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર પ્રદર્શન

ઔરંગાબાદમાં હિંસાને લઇ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી, બુસ સેવા પણ પ્રભાવિત

મુંબઈ પોલોસ દ્વારા ટ્રાફિકને લગતી એડવાઇઝરી કરાઈ જાહેર, કંદવલી, જોગેશ્વરી, વિકરોલીમાં ટ્રાફિક થયો પ્રભાવિત

હિંસા રોકવા માટે SRPF ની ૩૦ કંપનીઓ તૈનાત

બુલઢાણામાં કેટલીક જગ્યાએ તોડફોડ તેમજ હિંસક પ્રદર્શન અને કોલામાં સરકારી બસો થઇ બંધ

ચંદ્રપુરના બલ્લારપુરમાં બસોમાં તોડફોડ

પુણેમાં પણ હિંસાને લઇ સ્કૂલો બંધ

મુંબઈ પોલીસે હિંસા સંડવાયેલા ૯ લોકો સામે નોધ્યા કેસ તેમજ ૧૦૦ની ધરપકડ

પાલઘરમાં પણ બસ સેવ થઇ પ્રભાવિત

થાણે પાસે પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી