Not Set/ 14 વર્ષની યુવતીએ કલમ 370 પર લખી બુક, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કર્યુ અનાવરણ

ભારત સરકાર દ્વારા કાશ્મીરમાં કલમ 370 હટાવવાને લઇને દેશભરમાં લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. ઘણા તેના પક્ષમાં દેખાય છે તો ઘણા તેના વિરોધમાં દેખાઇ રહ્યા છે. આ મુદ્દે તમે ઘણી ડિબેટ પણ જોઇ હશે. હવે કાશ્મીરમાં કલમ 370 હટાવવાનાં મુદ્દાને લઇને એક 14 વર્ષની યુવતીએ બુક પ્રકાશીત કરી છે, જેનુ અનાવરણ આજે કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર […]

Top Stories India
ayanna 14 વર્ષની યુવતીએ કલમ 370 પર લખી બુક, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કર્યુ અનાવરણ

ભારત સરકાર દ્વારા કાશ્મીરમાં કલમ 370 હટાવવાને લઇને દેશભરમાં લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. ઘણા તેના પક્ષમાં દેખાય છે તો ઘણા તેના વિરોધમાં દેખાઇ રહ્યા છે. આ મુદ્દે તમે ઘણી ડિબેટ પણ જોઇ હશે. હવે કાશ્મીરમાં કલમ 370 હટાવવાનાં મુદ્દાને લઇને એક 14 વર્ષની યુવતીએ બુક પ્રકાશીત કરી છે, જેનુ અનાવરણ આજે કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે કર્યુ હતુ.

દેશ નહી પણ વિદેશમાં પણ છેલ્લા બે મહિનાથી એક સળગતો મુદ્દો બની ગયેલા કાશ્મીર મુદ્દાને એક 14 વર્ષની યુવતીએ બુક લખીને વર્ણવાનો પ્રયત્ન કર્યો છે. આપને જણાવી દઇએ કે, આ યુવતીનું નામ અયન્ના કોહલી છે, જે હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરે છે, જેણે કાશ્મીરમાં કલમ 370 હટાવવાનાં મુદ્દે સમગ્ર દેશમાં પ્રવાસ કરી લોકોની પ્રતિક્રિયા આ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ તેણે લોકોનો મત કાશ્મીરમાં કલમ 370 હટાવવાને લઇને શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ તેણે પોતાની બુકમાં તેને સ્થાન આપ્યુ છે. આ બુકનું કેન્દ્રિય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહ દ્વારા વિમોચન કરવામાં આવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.