WPL/ દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 7 વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચ્યું

દિલ્હી કેપિટલ્સ ટીમે વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે

Top Stories Sports
16 1 દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 7 વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચ્યું

દિલ્હી કેપિટલ્સ ટીમે વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ડબલ્યુપીએની પ્રથમ સિઝનમાં પણ દિલ્હીની ટીમ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ટાઇટલ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા પરાજય થયો હતો. ચાલુ સિઝનની છેલ્લી લીગ મેચ બુધવારે રમાઈ હતી, જેમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે અને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

દિલ્હી કેપિટલ્સ મહિલા પ્રીમિયર લીગ 2024માં 8 મેચમાં 6 મેચ જીતી છે અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજા નંબર પર, મુંબઈ ઈન્ડિયન્સે 8માંથી પાંચ મેચ જીતી છે અને 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આરસીબીએ 8માંથી 4 મેચ જીતી છે અને ટીમ ત્રીજા સ્થાને છે. આરસીબીની ટીમ પ્રથમ વખત નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 13.1 ઓવરમાં ત્રણ વિકેટે 129 રન બનાવીને મેચ જીતી લીધી હતી. દિલ્હી કેપિટલ્સ ટીમ બીજી વખત સીધી ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી હતી. ગત સિઝનમાં પણ દિલ્હી કેપિટલ્સ ટીમ ટાઈટલ મેચ સુધી શ્રેષ્ઠ ટીમ રહી હતી.

વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની ટાઈટલ મેચ રવિવારે (17 માર્ચ) રમાશે. દિલ્હી કેપિટલ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની એલિમિનેટર મેચના વિજેતા સાથે થશે.