Not Set/ ઉન્નાવ કાંડનાં પડઘા છેક રાજ્યસભામાં સંભળાયા, ઉપરાષ્ટ્રપતિએ આપ્યો આવો સ્પષ્ટ અને કડક સંદેશ

ઉન્નાવ રેપની પીડિતા સાથે ઘટેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનાં પડIઘા છેક રાજ્યસભામાં સંભળાયા હતા. રાજ્યસભાનાં મહિલા સાંસદો સહિત તમામ સાંસદોએ આ ઘટના સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તો આ મામલે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાનાં અધ્યક્ષ વેંકૈયાનાયડુ દ્રારા અધ્યક્ષની ચેર પરથી સખ્ત અને સ્પષ્ટ વાત કરતા જણાવ્યું હતું કે, આ એક કેસમાં ધરપકડ કરવાની જરૂર છે તેવું નથી, આ […]

Top Stories India
rajyashabha ઉન્નાવ કાંડનાં પડઘા છેક રાજ્યસભામાં સંભળાયા, ઉપરાષ્ટ્રપતિએ આપ્યો આવો સ્પષ્ટ અને કડક સંદેશ

ઉન્નાવ રેપની પીડિતા સાથે ઘટેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનાં પડIઘા છેક રાજ્યસભામાં સંભળાયા હતા. રાજ્યસભાનાં મહિલા સાંસદો સહિત તમામ સાંસદોએ આ ઘટના સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તો આ મામલે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાનાં અધ્યક્ષ વેંકૈયાનાયડુ દ્રારા અધ્યક્ષની ચેર પરથી સખ્ત અને સ્પષ્ટ વાત કરતા જણાવ્યું હતું કે, આ એક કેસમાં ધરપકડ કરવાની જરૂર છે તેવું નથી, આ પગલા મારફતે આપણે સમગ્ર દેશ અને સમાજને એક સંકેત મોકલવો જ જોઇએ કે, આવી તમામ ઘટનાઓમાં તાકીદે, ઝડપથી અને પૂરતા પ્રમાણમાં પગલાં લેવામાં આવશે જ, જેથી આ બાબતોનું પુનરાવર્તન ન થાય.

રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ, વેંકૈયા નાયડુ વધુમાં આ મામલે પ્રકાશ પાડતા રાજ્યસભા ગૃહમાં જણાવ્યું હતું કે, બિહારનાં ઉન્નાવનાં વિસ્તારમાં મહિલાને અગ્નિદાહ આપ્યો છે, આ આખું ગૃહ ઘટનાની નિંદા કરે છે. મેં ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ સાથે સંપર્ક  કર્યો હતો, તેમણે મને જણાવ્યું છે કે, ગુનેગારોની ધરપકડ કરીલેવામાં આવી છે.

આપને જણવી દઇએ કે ઉન્નાવમાં બે રેપનાં મામલા સામે આવ્યા હતા જેને દેશભરમાં ચર્ચા જગાવી હતી. એક કેસમાં રાજકીય વગ ઘરાવતા સેંગાર પરીવારની સામેલ ગીરી સામે આવી હતી અને કુલદીપ સેંગાર સહિતનાં આરોપીને લાંબી માથાપચ્ચી પછી પાંજરે પૂરવામાં આવ્યા હતા. તે રેપની પીડિતાને પણ ભયંકર જાનલેવા એક્સિડન્ટ નડ્યું હતું અને ક્રિટીકલ કન્ડિશનમાં હોસ્પીટલાઇઝ હતી. ત્યારે પણ આરોપો લાગેલા કે આરોપી દ્રારા જ આ કામ કરવામાં આવ્યું છે.

હાલના કેસમાં જે ઉન્નાવમાં ઘટેલી બીજી દુર્ભાગ્યપૂર્ણ પાશવી દુષ્કર્મની ઘટના છે, તેમા પણ દુષ્કર્મનાંં આરોપીને જામીન પર છોડવામાં આવતા આરોપીઓ દ્વારા જ દુષ્કર્મની પીડિતાને જીવતી સળગાવી દેવાની ઘટના બની હતી. પીડિતા વ લગભગ 90% બર્ન સાથે હાલ ક્રિટીકલ કન્ડિશનમાં હોસ્પીટલાઇઝ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.