Not Set/ મહારાષ્ટ્રનાં CM ઉદ્ધવ ઠાકરેએ MLC પદનાં લીધા શપથ, રાજ્પાલે પાઠવ્યા અભિનંદન

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે વિધાન પરિષદનાં સભ્ય તરીકે શપથ લીધા હતા. ઠાકરે ઉપરાંત આઠ અન્ય સભ્યોએ સોમવારે બપોરે મહારાષ્ટ્ર વિધાન ભવનમાં એમએલસીનાં શપથ લીધા હતા. ભાજપનાં ચાર ઉમેદવારો, એનસીપી અને શિવસેનાનાં 2-2 અને કોંગ્રેસનાં એક ઉમેદવાર વિધાન પરિષદમાં ચૂંટાયા છે. Mumbai: Maharashtra Chief Minister Uddhav Thackeray takes oath as Member of Legislative Council. pic.twitter.com/lXOuTHCT7s […]

India
b48885a250678455238195b42b39d8f8 મહારાષ્ટ્રનાં CM ઉદ્ધવ ઠાકરેએ MLC પદનાં લીધા શપથ, રાજ્પાલે પાઠવ્યા અભિનંદન
b48885a250678455238195b42b39d8f8 મહારાષ્ટ્રનાં CM ઉદ્ધવ ઠાકરેએ MLC પદનાં લીધા શપથ, રાજ્પાલે પાઠવ્યા અભિનંદન

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે વિધાન પરિષદનાં સભ્ય તરીકે શપથ લીધા હતા. ઠાકરે ઉપરાંત આઠ અન્ય સભ્યોએ સોમવારે બપોરે મહારાષ્ટ્ર વિધાન ભવનમાં એમએલસીનાં શપથ લીધા હતા. ભાજપનાં ચાર ઉમેદવારો, એનસીપી અને શિવસેનાનાં 2-2 અને કોંગ્રેસનાં એક ઉમેદવાર વિધાન પરિષદમાં ચૂંટાયા છે.

ઉદ્ધવનાં શપથ સમયે તેમની પત્ની શર્મિલા ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય, મહારાષ્ટ્ર સરકારનાં પ્રધાનો પણ વિધાન ભવનમાં હાજર હતા. 59 વર્ષિય ઠાકરે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તે શિવસેનાનાં અધ્યક્ષ પણ છે. ગયા વર્ષે 28 નવેમ્બરનાં રોજ તેમણે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા હતા. તે સમયે તે કોઈ પણ ગૃહનાં સભ્ય નહોતા. આવી સ્થિતિમાં, તેમણે 27 મે પહેલાં વિધાનસભાનાં બંને ગૃહોમાંથી કોઈપણ એકમાં સભ્ય બનવાની જરૂર હતી. કોરોના સંકટને કારણે વિધાનસભાની ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રમાં પણ રાજકીય સંકટ જોવા મળી રહ્યું હતુ. ઠાકરે એમએલસીની ચૂંટાયા પછી આ રાજકીય સંકટ હવે ટળી ગયું છે.

a6320ec21b33cecafca58136a1e61177 મહારાષ્ટ્રનાં CM ઉદ્ધવ ઠાકરેએ MLC પદનાં લીધા શપથ, રાજ્પાલે પાઠવ્યા અભિનંદન

સીએમ ઉદ્ધવ ઠાકરેની સાથે વિધાન પરિષદનાં ઉપાધ્યક્ષ શિવસેનાનાં ઉમેદવાર નીલમ ગોરેએ પણ શપથ લીધા હતા. ભાજપમાંથી રણજીતસિંહ મોહિત પાટિલ, ગોપીચંદ પાડલકર, પ્રવીણ દટકે અને રમેશ કરાડે શપથ લીધા હતા. શશિકાંત શિંદે અને એનસીપીનાં અમોલ મિતકરીએ શપથ લીધા હતા. આ સાથે જ કોંગ્રેસનાં રાજેશ રાઠોડે શપથ લીધા છે. મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરે આજે રાજભવન ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા. રાજ્યપાલે મુખ્યમંત્રીને મહારાષ્ટ્ર વિધાન પરિષદનાં સભ્ય તરીકે ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

24 એપ્રિલનાં રોજ, મહારાષ્ટ્ર વિધાન પરિષદની નવ બેઠકો ખાલી હતી. નવ બેઠકો પર માત્ર નવ ઉમેદવારો હતા, તેથી ચૂંટણીની જરૂર નહોતી. 11 મે નાં રોજ ઉદ્ધવે ફોર્મ ભર્યું હતું. ઉમેદવારો 14 મે સુધીમાં તેમના નામ પાછા લઈ શકતા હતા. 14 મે નાં રોજ વધારાનાં ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા, જેના કારણે ચૂંટણીની પણ જરૂરિયાત સમાપ્ત થઈ ગઈ હતી અને તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.