Not Set/ દિલ્લીમાં ઈમારત થઇ જમીનદોસ્ત, 4 બાળકો અને 1 મહિલાનું મૃત્યુ

દિલ્લીમાં સાવન પાર્કમાં આવેલ અશોક વિહાર ફેઝ -૩ માં આજે બુધવારે સવારે એક જૂની બિલ્ડીંગ પડી ગઈ હતી. જેમાં 5 લોકો મૃત્યુ પામ્યા હતા. જયારે ઓછામાં ઓછા 7 લોકો ઘાયલ થયાનાં સમાચાર છે. લોકો બુમાબુમ કરી રહ્યાં હતા કે એમનાં પરિવારના સભ્યો ફસાઈ ગયા છે. બિલ્ડીંગનાં મલબા નીચેથી 5 લોકો મૃત હાલતમાં મળ્યા છે. #UPDATE: […]

Top Stories India
building collapse delhi દિલ્લીમાં ઈમારત થઇ જમીનદોસ્ત, 4 બાળકો અને 1 મહિલાનું મૃત્યુ

દિલ્લીમાં સાવન પાર્કમાં આવેલ અશોક વિહાર ફેઝ -૩ માં આજે બુધવારે સવારે એક જૂની બિલ્ડીંગ પડી ગઈ હતી. જેમાં 5 લોકો મૃત્યુ પામ્યા હતા. જયારે ઓછામાં ઓછા 7 લોકો ઘાયલ થયાનાં સમાચાર છે. લોકો બુમાબુમ કરી રહ્યાં હતા કે એમનાં પરિવારના સભ્યો ફસાઈ ગયા છે. બિલ્ડીંગનાં મલબા નીચેથી 5 લોકો મૃત હાલતમાં મળ્યા છે.

પોલીસનાં કહેવા અનુસાર ઘાયલોને સારવાર માટે દીપ ચંદ બંધુ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલ લોકોમાં જે મહિલા હતી એની ઓળખ મુન્ની તરીકે થઇ રહી છે. જયારે બીજા ચાર મૃત્યુ પામેલાં બાળકોમાં 10 વર્ષની આસપાસની ઉમરનાં બે ભાઈઓ અને એક છોકરો અને એની બહેન પાંચ વર્ષથી નાની ઉમરના હતા.

પોલીસનાં જણાવ્યા મુજબ હજી અમુક લોકો મલબા નીચે ફસાયા હોવાની આશંકા છે અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે કામ કરી રહી છે.

પોલીસ ઓફિસરે જણાવ્યું હતું કે, આ ઘટના માટેનો ફોન સવારે 9:25 આસપાસ આવ્યો હતો.

આ બિલ્ડીંગ સાવન પાર્કનાં સી બ્લોકમાં 42 નંબરની હતી. આ બિલ્ડીંગ 20 વર્ષ જૂની હતી. બિલ્ડીંગનું બાંધકામ નબળું હતું અને તે ખરાબ હાલતમાં હતી.