મુગલસરાય,
છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરપ્રદેશના મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ બદલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, ત્યારે હવે રવિવારે ૧૫૬ વર્ષ જુના આ સ્ટેશનનું નામ બદલીને દીનદયાલ ઉપાધ્યાય જંક્શન કરવામાં આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુગલસરાયમાં રવિવારે આ નામ બદલીને દીનદયાલ ઉપાધ્યાય કરવાની શરૂઆત કરી છે. અ દરમિયાન કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયુષ ગોયલ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી મનોજ સિન્હા, રાજ્યના નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યને અન્ય વારિષ્ટ ભાજપના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સંપૂર્ણ સ્ટેશનને પર ચઢાવશે ભગવો રંગ
ઉત્તરપ્રદેશમાં ભાજપની યોગી સરકારના ગઠન અનેક ઈમારતોને ભગવો રંગ કરાવવામાં આવ્યો છે, ત્યારે હવે મુગલસરાય સ્ટેશનનું નામ બદલાયા બાદ આ સંપૂર્ણ સ્ટેશનને કેસરી રંગથી રંગવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સ્ટેશનની એન્ટ્રી અને બહાર આવવા તેમજ પ્લેટફોર્મના નામ પણ બદલવામાં આવી રહ્યા છે.
આ પહેલા ફેબ્રુઆરી, વર્ષ ૧૯૬૮માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક દીનદયાલ ઉપાધ્યાય મુગલસરાય સ્ટેશન પાસે શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવ્યા હતા.
મહત્વનું છે કે, ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આ વર્ષના જૂન મહિનામાં જ મુગલસરાય સ્ટેશનનું નામ બદલીને દીનદયાલ ઉપાધ્યાય કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારના મંત્રીપરિષદની બેઠકમાં મંજુરી મળ્યા બાદ આ પ્રસ્તાવને રેલ્વે મંત્રાલય પાસે મોકલવામાં આવ્યો હતો.
આ પહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ કેટલીક મોટી યોજનાઓ પંડિત દીનદયાલ ઉપાધ્યાય નામ થી ચાલી રહી છે. જણાવી દઈએ કે પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના શાસન કાળ માં નામ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ યોજના સફળ થઇ શકી ના હતી. ઉલ્લેખનીય છે કે મુગલસરાય જંક્શનનું નામ એશિયાના સૌથી મોટા રેલવે યાર્ડ તરીકે જાણીતું છે.