Not Set/ આર્કિટેકની 6 કોલેજોમાં 50% થી ઓછી સીટો ભરાઇ, 300 જેટલી સીટો ખાલી રહી

અમદાવાદ, ગત મહિને ડિગ્રી આર્કીટેકનું પહેલું રાઉન્ડ બહાર પડ્યું હતું. જેમાં 551 જેટલી જગ્યાઓ ખાલી રહી હતી. જયારે હવે ડિગ્રી આર્કીટેકનું બીજું રાઉન્ડ જાહેર કરવામાં આવ્યું છે. જયારે વાત કરવામાં આવે તો બીજા રાઉન્ડનાં અંતે 300 થી વધુ સીટો ખાલી જોવા મળી રહી છે. ધ્યાન દેવાની વાત એ છે કે ડિગ્રી આર્કીટેકનું સત્રા 30 જુલાઈના […]

Top Stories
b5p62mvlolwqekrn આર્કિટેકની 6 કોલેજોમાં 50% થી ઓછી સીટો ભરાઇ, 300 જેટલી સીટો ખાલી રહી

અમદાવાદ,

ગત મહિને ડિગ્રી આર્કીટેકનું પહેલું રાઉન્ડ બહાર પડ્યું હતું. જેમાં 551 જેટલી જગ્યાઓ ખાલી રહી હતી. જયારે હવે ડિગ્રી આર્કીટેકનું બીજું રાઉન્ડ જાહેર કરવામાં આવ્યું છે.

જયારે વાત કરવામાં આવે તો બીજા રાઉન્ડનાં અંતે 300 થી વધુ સીટો ખાલી જોવા મળી રહી છે. ધ્યાન દેવાની વાત એ છે કે ડિગ્રી આર્કીટેકનું સત્રા 30 જુલાઈના રોજથી શરુ કરી દેવામાં આવ્યું છે.

  • ડિગ્રી આર્કીટેકના બીજા રાઉન્ડમાં 18 કોલેજોની 100 ટકા સીટો ભરી છે.
  • જ્યારે સામે 6 કોલેજોમાં 50 ટકા જેટલી સીટો ખાલી રહી છે.
  • બીજા રાઉન્ડમાં એસીપીસીની 1367 પૈકીની 1056 સીટો પર પ્રવેશ ફાળવવા આવ્યો છે.
  • જેના કારણોસર 311 જેટલી સીટો ખાલી રહી છે.

degree આર્કિટેકની 6 કોલેજોમાં 50% થી ઓછી સીટો ભરાઇ, 300 જેટલી સીટો ખાલી રહી

મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓની ચોઈસ ફીલિંગથી થતી પ્રવેશ પ્રક્રિયામાં 82 વિદ્યાર્થીઓ પોતાની ચોઈસ પ્રમાણે પ્રવેશ મેળવવામાં નિષ્ફળ થયા છે.

બીજા રાઉન્ડની વાત કરવામાં આવે તો 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી પ્રવેશ કેન્સલ કરાવી શકાશે. જણાવી દઈએ કે એક કોલેજમાં 0% સીતાની ફાળવણી કરવામાં આવી છે જે એક ગંભીર બાબત છે. જયારે 33% એવી કોલેજ છે જે અંતર્ગત 100% સીટની ફાળવણી કરવામાં આવી છે.