Not Set/ સ્પોર્ટ્સ/ રાજકોટમાં ભારત-બાંગ્લાદેશ ટી-20 મેચ પર ‘મહા’ વાવાઝોડાનું સંકટ, મેચ રમાશે કે નહી?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટી-20 મેચ દિલ્હીની ઝેરી હવા વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. પરંતુ રાજકોટમાં રમાનારી બીજી ટી-20 મેચ દિલ્હી કરતા પણ મોટા જોખમમાં મુકાઇ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટમાં ભારત અને બાંગ્લાદેશની વચ્ચેની આ મેચમાં હવામાન કહેર ફેલાવી શકે છે. અહેવાલો મુજબ ‘મહા’ નામનું તોફાન ગુજરાતનાં […]

Top Stories Sports
879403 twitter 5 સ્પોર્ટ્સ/ રાજકોટમાં ભારત-બાંગ્લાદેશ ટી-20 મેચ પર ‘મહા’ વાવાઝોડાનું સંકટ, મેચ રમાશે કે નહી?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટી-20 મેચ દિલ્હીની ઝેરી હવા વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. પરંતુ રાજકોટમાં રમાનારી બીજી ટી-20 મેચ દિલ્હી કરતા પણ મોટા જોખમમાં મુકાઇ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટમાં ભારત અને બાંગ્લાદેશની વચ્ચેની આ મેચમાં હવામાન કહેર ફેલાવી શકે છે. અહેવાલો મુજબ ‘મહા’ નામનું તોફાન ગુજરાતનાં દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે. ચિંતાનો વિષય છે કે ‘મહા’ તોફાન અગાઉ ભારતનાં પશ્ચિમ દરિયાકાંઠેથી દૂર જતું હતું અને તેણે તેની દિશા બદલી નાખી છે.

Image result for rajkot stadium t20 india vs bangladesh and maha cyclone

બીજી તરફ, જો સ્કાયમેટની વાત માની લેવામાં આવે તો, 7 નવેમ્બરે દીવ અને પોરબંદર વચ્ચે આ સિસ્ટમ નબળી પડી શકે છે અને તે સમયે પવનની ગતિ પ્રતિ કલાક 80 થી 90 કિ.મી. રહેવાની સંભાવના છે. આપને જણાવી દઈએ કે દિલ્હીનાં ખતરનાક વાતાવરણને કારણે પ્રથમ ટી-20 પણ રદ થઈ શકતી હતી, પરંતુ આ મેચ રમાઇ ગઇ. રવિવારે સવારે દિલ્હીની હવા ખૂબ જ ખરાબ થઇ ગઈ હતી. જે બાદ એવી આશંકા સેવાઈ રહી હતી કે મેચ રદ કરાવી શકાય છે.

Image result for rajkot stadium t20 india vs bangladesh

જોકે બપોર સુધીમાં દિલ્હીનાં હવામાનમાં થોડો સુધારો થયો હતો, ત્યારે મેચ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હીનાં હવામાનને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનાં ખેલાડીઓએ માસ્ક પહેરીને નેટ પ્રેક્ટીસમાં ભાગ લીધો હતો. આ સાથે બાંગ્લાદેશનાં કોચ રસેલ ડોમિંગોએ પણ દિલ્હીની ઝેરી હવા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું કે તેઓ આ અંગે ફરિયાદ નથી કરી રહ્યા, પરંતુ જણાવી રહ્યા છે કે પરિસ્થિતિ ખરેખર ખરાબ હતી.

ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેએ ટ્વીટ કર્યું હતું કે, અને હવે રાજકોટમાં મેચ પહેલા, 6-7 નવેમ્બરનાં રોજ પશ્ચિમ કાંઠે તોફાન આવે તેવી સંભાવના છે, જેના કારણે સૌરાષ્ટ્ર કાંઠેથી માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આશા છે કે અહીં રહેતા લોકોને મુશ્કેલી ન પડે. આ વર્ષે હવામાન એકદમ અનિશ્ચિત રહ્યું છે. “જો કે, સ્કાયમેટ વેધરે રાહત આપી છે કે આ વાવાઝોડું ગુજરાતનાં દરિયાકાંઠે પહોંચતાં નબળું પડી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.