Not Set/ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, બુકિંગ કર્લાકને રેલ્વે તંત્રએ કર્યો સસ્પેન્ડ, જાણો શું હતું કારસ્તાન

સુરત, સમાચારની દુનિયામાં હંમેશા અગ્રેસર રહેતા મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પડી છે.  સુરતમાં અઠવાગેટ રિઝર્વેશન સેન્ટરનો બુકિંગ કર્લાક ટ્રેન ચલાવી રહ્યા હોવાનો વિડીયો મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અને બાદમાં રેલ્વે તંત્ર સફાળું જાગ્યું હતું અને ટ્રેન ચલાવનાર કર્લાકને સસ્પેન્ડ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વિડીયોમાં તમે જોઇ શકો છે કે આ બુકિંગ કર્લાક ટ્રેન […]

Top Stories Gujarat Surat Videos
mantavya 20 મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, બુકિંગ કર્લાકને રેલ્વે તંત્રએ કર્યો સસ્પેન્ડ, જાણો શું હતું કારસ્તાન

સુરત,

સમાચારની દુનિયામાં હંમેશા અગ્રેસર રહેતા મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પડી છે.  સુરતમાં અઠવાગેટ રિઝર્વેશન સેન્ટરનો બુકિંગ કર્લાક ટ્રેન ચલાવી રહ્યા હોવાનો વિડીયો મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અને બાદમાં રેલ્વે તંત્ર સફાળું જાગ્યું હતું અને ટ્રેન ચલાવનાર કર્લાકને સસ્પેન્ડ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, વિડીયોમાં તમે જોઇ શકો છે કે આ બુકિંગ કર્લાક ટ્રેન ચલાવી રહ્યો છે. કર્લાકે 60 કિલોમીટરની ઝડપે 10 મિનિટ પેસેન્જર ટ્રેન ચલાવી હતી. આ વિડીયો વાઇરલ થતાં કર્લાકનો ભાંડો ફૂટી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં ટ્રેનના લોકો પાયલટની બેદરકારી સામે આવી છે.

મહત્વનું છે કે, પેસન્જર ટ્રેનના એન્જિનમાં લોકો પાયલટ સિવાય કોઇને બેસવાની પર્મિશન હોતી નથી. તો આ બુકિંગ કર્લાકને અંદર બેસવાની પર્મિશન કોને આપી. શું આ બુકિંગ કર્લાકને ટ્રેનમાં બેસવાની પર્મિશન એન્જિનના લોકો પાયલટે આપી તેવા અનેક સવાલો ઉભા થયા હતા.

આ ટ્રેનમાં 700 જેટલા યાત્રીઓ સવાર હતા. તે દરમિયાન આ કર્લાકે ટ્રેન ચલાવીને 700 યાત્રીઓના જીવ જોખમમાં મુકી દીધા હતા. આ બુકિંગ કર્લાકનું નામ રવિન્દ્ર હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ એ પણ સવાલો ઉભા થઇ રહ્યા છે કે પેસેન્જર ટ્રેનના લોકો પાયલટ સામે ક્યારે પગલા ભરવામાં આવશે.