Not Set/ #પોઝિટીવપહેલ/ સુરેન્દ્રનગરનાં મૌલવીઓએ રમજાનમાં લોકો પોતાના ઘરમાં રહીને ઈબાદત કરવાની કરી અપીલ

  કોરોનાનાં કહેરને કારણે હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે. અને મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની શરૂઆત થઈ ગઇ છે. મુસ્લિમો માટે આ મહિનાનું મહત્વ ખૂબ હોય છે અને આ મહિનામાં મુસ્લિમ બિરાદરો માટે નમાજ પઢવાનું મહત્વ પણ તેટલું જ હોય છે. ત્યારે હાલના સમયમાં કોરોના વાયરસ ના કારણે જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને લોકો […]

Gujarat Others
c40287daef8ec78cd3b41406941c7c3c #પોઝિટીવપહેલ/ સુરેન્દ્રનગરનાં મૌલવીઓએ રમજાનમાં લોકો પોતાના ઘરમાં રહીને ઈબાદત કરવાની કરી અપીલ

 
કોરોનાનાં કહેરને કારણે હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે. અને મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની શરૂઆત થઈ ગઇ છે. મુસ્લિમો માટે આ મહિનાનું મહત્વ ખૂબ હોય છે અને આ મહિનામાં મુસ્લિમ બિરાદરો માટે નમાજ પઢવાનું મહત્વ પણ તેટલું જ હોય છે. ત્યારે હાલના સમયમાં કોરોના વાયરસ ના કારણે જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને લોકો ભેગા ન થાય તે પણ ખૂબ જરૂરી છે. તે માટે સરકારના વહીવટી તંત્ર દ્વારા પણ સુચના આપવામાં આવી છે. ત્યારે મુસ્લિમ સમાજના ઈમામ તેમજ મૌલવીઓ દ્વારા પોતાના ઘરમાં જ રહીને બંદગી કરવાની પોઝિટીવ અપીલ કરવામાં આવી છે.

જી હા, સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રામાં આવેલ સુન્ની મસ્જિદના ઈમામ તેમજ મસ્જિદના મોલવી દ્વારા પણ મુસ્લિમ સમાજના લોકોને અપીલ કરવામાં આવી છે. પોતે ઘરની અંદર જ નમાજ પઢે અને ઈબાદત કરે તેમજ કુરાન પઢે તેવી અપીલ કરવામાં આવી છે. સાથે બને ત્યાં સુધી શહેરના દરેક હિન્દુ તેમજ મુસલમાન વ્યક્તિ કામ સિવાય બહાર ન નીકળે અને ખાસ નાના બાળકો પણ ન નીકળે તે પણ જરૂરી છે.અને સરકાર ની સુચના નું પાલન કરે તેવુ સૂચન પણ કર્યું હતું. હાલના સમયે દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલ નિર્ણયને વિશ્વ આખું આવકારી રહ્યું છે. તો આપણે પણ તેમને સાથ આપી તે અપીલ પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.