Not Set/ #લોકડાઉન માં ખેડૂ ફસાયા, ઇયળોને લીલા લહેર; બાજરીના ઉભા પાકોમાં લીલી ઇયળના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન

ગુજરાતમાં લોકડાઉન છે પણ હવે લોકડાઉનની ખબર ઇયળોને થોડી પડવાની, જી ના આ કોઇ કટાક્ષ નથી કે નથી કોઇ રમુજ, આ વાત તો ઘારણા બહારની ગંભીર છે. ગુજરાતમાં લોકડાઉનનાં કારણે કૃષી જણસોને પોષવાનો સામાન મુશકેલીથી મળી રહ્યો છે. ખેડૂતો ટ્રાન્સપોર્ટેશનનાં અભાવનાં કારણે પોતાના પાકની જોઇ તેટલી મવજત લઇ શકતા નથી. અને ઉભો પાક જીવાતો અને […]

Gujarat Others
9327dbff73e78f00ef54c767ceb1075a #લોકડાઉન માં ખેડૂ ફસાયા, ઇયળોને લીલા લહેર; બાજરીના ઉભા પાકોમાં લીલી ઇયળના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન

ગુજરાતમાં લોકડાઉન છે પણ હવે લોકડાઉનની ખબર ઇયળોને થોડી પડવાની, જી ના આ કોઇ કટાક્ષ નથી કે નથી કોઇ રમુજ, આ વાત તો ઘારણા બહારની ગંભીર છે. ગુજરાતમાં લોકડાઉનનાં કારણે કૃષી જણસોને પોષવાનો સામાન મુશકેલીથી મળી રહ્યો છે. ખેડૂતો ટ્રાન્સપોર્ટેશનનાં અભાવનાં કારણે પોતાના પાકની જોઇ તેટલી મવજત લઇ શકતા નથી. અને ઉભો પાક જીવાતો અને ઉયળોના ઉપદ્રવમા બરબાદીનાં આરે જોવામાં આવી રહ્યો છે. 

આમ જોવા જઇએ તે આ સમસ્યા પુરા ગુજરાત અને ગુજરાતનાં તમામ ખેડૂતો છે. પરંતુ જો વાત કરવામાં આવે કલોલની, તો કાલોલ તાલુકાના સમગ્ર વિસ્તારોમાં ઉનાળુ સિઝનમાં બાજરીનો પાક અગ્રેસર ગણાય છે. તાલુકા કૃષિ વિસ્તરણ વિભાગના જણાવ્યા મુજબ સમગ્ર તાલુકામાં લગભગ 50% જમીનમાં 622 હેક્ટર જેટલું મબલક બાજરીનું વાવેતર કરવામાં આવ્યુ છે. પરંતુ બાજરીનો આ પાક અત્યારે તૈયાર થવા જઈ રહ્યો છે, ત્યારે પાછલા એક અઠવાડિયાથી બાજરીના ડુંડાઓ પર લીલી ઇયળોનો ઉપદ્રવ વધી જતાં જગતનો તાત ચિંતાતુર બની ગયો છે.

બાજરીના દાણા બેસવા જતા ડુંડાઓ પર ઈયળો કબજો જમાવી બધા દાણા કોરી ખાય છે, જેને કારણે પાક ઓછો ઉતરે અને મોટું નુકસાન જવાની દહેશત ખેડૂતોએ વ્યક્ત કરી હતી. અસરગ્રસ્ત ખેડૂતોના જણાવ્યા મુજબ ઉનાળાની સિઝનમાં લગભગ અઢી-ત્રણ માસની મહેનત અને મોંઘા ભાવના જતનથી તૈયાર થતા આ ઉભા બાજરીના પાકોમાં દાણા બેસવાના સમયે ડુંડાઓ પર ઉપદ્રવી ઇયળોએ કબ્જો જમાવી દેતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે પાછલા એક મહિનાથી કોરોના વાયરસ સામે લોકડાઉનના અમલને કારણે રોજગારીની અન્ય આવકના સ્ત્રોત બંધ થઇ જતાં સિમિત આવકમાં ગામડાઓમાં પરિવારનું ગુજરાન અને પશુપાલન પાલન કરવું દુષ્કર બની ગયું છે. એવા કપરા સમયે ઉભા પાકમાં ઈયળોના ઉપદ્રવને નાથવા માટે ઘણા ખેડુતોને મોંઘા ભાવની જંતુનાશક દવાઓ પરવડે તેમ નથી. તેથી એક તરફ કોરોના વાયરસની મહામારીનો ભય, મહામારીને રોકવા માટે લોકડાઉનથી ત્રસ્ત બનેલા માહોલમાં ઉભા પાકો પર આ ઈયળોના ઉપદ્રવથી જગતના તાતની હાલત કફોડી બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.