અમદાવાદ,
બહુ ચર્ચીત જયંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસમાં કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કોર્ટે હવે પીડિતાનું નિવેદન લેશે. CRPCની કલમ 164 મુજબ કોર્ટમાં પીડિતાનું નિવેદન લેવાશે. મહત્વનું છે કે પીડિતાએ કરેલી અરજીને કોર્ટે મંજૂર કરી હતી. જે અંતર્ગત કોર્ટ નિવેદન નોંધવા સમય અને તારીખ આપવામાં આવશે. મળીતી માહિતી પ્રમાણે 16માં એડિશનલ જજ પીડિતાનું નિવેદન લેશે. આ માટે કોર્ટે નિવેદન નોંધવાની તારીખ અને સમય જણાવશે.
જયંતિ ભાનુશાલી હજી સુધી પોલીસ પકડથી દૂર છે. સુરત પોલીસે બે સમન્સ બજાવ્યા હોવા છતાં તેઓ હાજર થયા નથી. તેઓ ક્યાં છે તેની કોઈ માહિતી પોલીસને મળી નથી. ગુરુવારે સુરતની પોલીસે અમદાવાદ ખાતે આવીને તેમના ઘરે સમન્સ બજાવ્યું હતું. જોકે, તેઓ ઘરેથી મળી આવ્યા ન હતા.
સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદ આવી હતી. આ દરમિયાનમાં જયંતિ ભાનુશાળીના વધુ એક યુવતી સાથે સંબંધ હોવાની વિગતો સામે આવી છે.
દુષ્કર્મ મામલે જયંતી ભાનુશાળીને CRPC 160 અંતર્ગત સમન્સ પાઠવ્યું હતું. તેમ છતાં તે હાજર થયો નથી. પોલીસ જ્યંતિ ભાનુસાલીને બીજું સમન્સ પાઠવ્યું હતું. દુષ્કર્મ કેસમાં આરોપી જ્યંતિ ભાનુશાળીની દુષ્કર્મ વિવાદની વધુ 2 વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તે યુવતી સાથે અંગત પળો માણતો નજરે પડે છે. 2 વીડિયો ક્લિપ FSLમાં મોકલાઈ છે. ક્લીપના FSL રિપોર્ટ પર પોલીસની નજર રાખી રહી છે. જોકે વીડિયોની ‘મંતવ્ય ન્યૂઝ’ પુષ્ટિ કરતું નથી.
ભાજપના નેતા છબિલ પટેલનું નામ
પીડિતાના પૂર્વ પતિએ કચ્છના પૂર્વ ધારાસભ્ય તેમજ ભાજપના નેતા છબિલ પટેલનું નામ ઉછાળ્યું હતું. પીડિતાના પૂર્વ પતિના જણાવ્યા પ્રમાણે છબિલ પટેલે તેને પૈસા માટે ધમકીભર્યા ફોન કોલ્સ કર્યા હતા. જે બાદમાં છબિલ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા આ પ્રકરણમાં તેમને ફસાવવામાં આવી રહ્યાની વાત કરી હતી.
બીજી તરફ છબિલ પટેલની એક વકીલ સાથે વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. 18 મિનિટની આ ઓડિયો ક્લિપમાં છબિલ પટેલ એવું જણાવી રહ્યા છે કે જો જયંતિ ભાનુશાલી રાજકારણમાંથી સંન્યાસ લેવા તૈયાર હોય તો તેઓએ તેમની સાથે બેઠક કરવા તૈયાર છે.
પૂર્વ પતિએ પ્રેસ કોન્ફરન્સ કરી
અમદાવાદમાં પીડિતાના પૂર્વ પતિએ પ્રેસ કોન્ફરન્સ કરી પીડિતા રૂપિયાની લાલચમાં અનેક લોકોને ફસાવી ચુકી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેના થોડા જ કલાકોમાં સુરતમાં પીડિતાએ પ્રેસ કોન્ફરન્સ યોજી પૂર્વ પતિના આક્ષેપોને ફગાવ્યાં હતાં. સાથે જ પીડિતાએ પોતાના છૂટા છેડા અંગે કહ્યું હતું કે પૂર્વ પતિ માર મારી દહેજ માંગતો હોવાથી ડિવોર્સ લેવાની ફરજ પડી હતી.