Not Set/ શ્રીલંકાના હિંદુ મંદિરોમાં પશુની બલિ ચઢાવવા પર લાગશે પ્રતિબંધ

શ્રીલંકાની સરકાર હિંદુ મંદિરોમાં પશુ-પક્ષીની બલિ પર પ્રતિબંધ લગાડશે. શ્રીલંકાની સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે હિંદુ ધાર્મિક બાબતોનાં મંત્રાલયે આ પ્રસ્તાવને આગળ વધાર્યો છે અને મોટા ભાગનાં ઉદારવાદી જૂથોએ આ નિર્ણયને સાથ આપ્યો છે. હિંદુ સમુદાયે પશુની બલી ચડાવનારને કાનૂની રીતે દંડ મળે તે માટે વિનંતી કરી છે. અહી કેટલાક હિંદુઓ દેવી દેવતાઓને રાજી કરવા […]

World Trending
Best of Sri Lanka Jaffna Hindu Temple 1 શ્રીલંકાના હિંદુ મંદિરોમાં પશુની બલિ ચઢાવવા પર લાગશે પ્રતિબંધ

શ્રીલંકાની સરકાર હિંદુ મંદિરોમાં પશુ-પક્ષીની બલિ પર પ્રતિબંધ લગાડશે. શ્રીલંકાની સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે હિંદુ ધાર્મિક બાબતોનાં મંત્રાલયે આ પ્રસ્તાવને આગળ વધાર્યો છે અને મોટા ભાગનાં ઉદારવાદી જૂથોએ આ નિર્ણયને સાથ આપ્યો છે.

હિંદુ સમુદાયે પશુની બલી ચડાવનારને કાનૂની રીતે દંડ મળે તે માટે વિનંતી કરી છે.

અહી કેટલાક હિંદુઓ દેવી દેવતાઓને રાજી કરવા માટે અબોલા પશુનો ભોગ ચઢાવે છે.

માત્ર હિંદુઓ જ નહિ પરંતુ મુસ્લિમો પણ પશુનો ભોગ ચઢાવતા હોય છે. આ મામલે બૌદ્ધ સંગઠન ઘણું નારાજ છે . શ્રીલંકામાં હમણાં છેલ્લા ઘણા સમયથી ધાર્મિક હિંસા વધુ થઇ રહી છે.

મંત્રીમંડળ દ્વારા નક્કી કરેલા આ મામલાને અંતિમ સહેમતી માટે કાનૂની ડ્રાફ્ટમેન વિભાગને મોકલવામાં આવશે. સાંસદની અનુમતિ મળ્યા બાદ આ મામલાને કાનૂની રીતે સમર્થન મળશે.