છ મનપાની મતગણતરી કાલે જ થશે
કાલે આવી જશે છ મનપાનું પરિણામ
પંચાયતોની મતગણતરી તા.2 માર્ચનાં રોજ થશે
ગુજરાત કોંગ્રેસને આજે સુપ્રીમ કોર્ટ માંથી એક મોટો ઝાટકો મળ્યો છે. એક જ દિવસે મતગણતરી મુદ્દે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય આપ્યો છે. તમામ મતગણતરી અલગ દિવસે કરવાના ચૂંટણી પંચના નિર્ણય ને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે. અને કોંગ્રેસની અરજીને ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર હવે રાજ્યની 6 મનપા માટે આવતી કાલે મત ગણતરી હાથ ધરવામાં આવશે. અને પરિણામ પણ આવતી કાલે જાહેર કરવામાં આવશે. જયારે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગર પાલીકાની મત ગણતરી તા. ૨ માર્ચના રોજ થશે
ઉલ્લેખનીય છે કે, રાજ્યની 6 મહાનગરપાલિકા અને જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી અલગ અલગ થઈ રહી છે. જે બાબતે કોંગ્રેસે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. અને ચૂંટણી પંચના નિર્ણયને માન્ય રાખ્યો હતો.
ત્યાર બાદ આ અંગે ગુજરાત કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અંગે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેને સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી છે.
