Not Set/ UPમાં ભાજપને લાગ્યો ઝટકો, દલિત MP સાવિત્રી ફૂલેએ BJPને કહ્યું બાય બાય

લખનઉ, ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યુપીમાં બહરાઈચથી સાંસદ સાવિત્રી બાઈ ફૂલેએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સાવિત્રી બાઈ ફૂલેએ BJPમાંથી રાજીનામું આપતા હુમલો કરતા જણાવ્યું હતું કે, “ભાજપ સમાજમાં ભાગલા પાડવાનું ષડયંત્ર કરે છે”. Savitribai Phule, BJP MP from Bahraich, Uttar Pradesh resigns […]

Top Stories India Trending
savitribai phule resigns 1544088956 UPમાં ભાજપને લાગ્યો ઝટકો, દલિત MP સાવિત્રી ફૂલેએ BJPને કહ્યું બાય બાય

લખનઉ,

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યુપીમાં બહરાઈચથી સાંસદ સાવિત્રી બાઈ ફૂલેએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

સાવિત્રી બાઈ ફૂલેએ BJPમાંથી રાજીનામું આપતા હુમલો કરતા જણાવ્યું હતું કે, “ભાજપ સમાજમાં ભાગલા પાડવાનું ષડયંત્ર કરે છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં સાવિત્રી ફૂલેની ગણના ભાજપના એક મોટા દલિત નેતા તરીકે થાય છે. જો કે આ પહેલા તેઓ સાંસદ તરીકે ઘણીવાર કેન્દ્ર મોદી અને યુપીની યોગી સરકાર પર હુમલો બોલતા રહ્યા છે. *

દેશને નથી કોઈ મંદિરની જરૂરત

એક બાજુ જ્યાં ભાજપના ઘણા સાંસદો અને યુપી સરકારના મંત્રીઓ દ્વારા અયોધ્યામાં રામ મદિરના નિર્માણને લઈ દબાણ બનાવવામાં આવી રહ્યું છે, જયારે બીજી બાજુ ફૂલે મને છે કે, દેશમાં કોઈ મંદિરની જરૂરત નથી. કારણ કે શું મંદિર બેરોજગારી, દલિત અને પછાત વર્ગના લોકોની સમસ્યાઓ દૂર કરી શકે છે”.

તેઓએ આં અગે કહ્યું હતું કે, “ભાજપ દ્વારા રામ મંદિરના જે મુદ્દાને ઉછાળવામાં આવી રહ્યો છે, જો કે કોઈ બીજો મુદ્દો ન જ હોય”.