IND vs SL/ પ્રથમ ટી-20માં ભારતે શ્રીલંકાને 38 રનથી હરાવી સીરીઝમાં 1-0 ની મેળવી લીડ

ટીમ ઈન્ડિયાએ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટી 20 સીરીઝની પ્રથમ મેચ 38 રને જીતી લીધી છે. આ રીતે ભારતે સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

Top Stories Sports
1 28 પ્રથમ ટી-20માં ભારતે શ્રીલંકાને 38 રનથી હરાવી સીરીઝમાં 1-0 ની મેળવી લીડ

વનડે સીરીઝમાં 2-0 થી જીત મેળવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાએ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટી 20 સીરીઝની પ્રથમ મેચ 38 રને જીતી લીધી છે. આ રીતે ભારતે સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 164 રન બનાવ્યા હતા અને શ્રીલંકા સામે જીત માટે 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ શ્રીલંકાની ટીમ 18.3 ઓવરમાં માત્ર 126 રન બનાવી શકી હતી અને પૂરી ટીમ આઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાની ટીમ 38 રને આ મેચ હારી ગઈ હતી. ભારત તરફથી સૂર્ય કુમાર યાદવે 50 અને શિખર ધવને 46 રન બનાવ્યા હતા. વળી, બોલરોએ પણ નાના સ્કોરને બચાવવામાં સારું પ્રદર્શન કર્યું. હવે સીરીઝની બીજી મેચ એક દિવસનાં અંતર પછી 27 જુલાઈએ રમાશે. આ મેચ કોલંબોનાં આ જ ગ્રાઉન્ડ પર પણ રમાશે.

IPL 2021 Schedule / BCCI દ્વારા IPL ની બાકીની 14 મેચની તારીખો જાહેર કરવામાં આવી

આ અગાઉ સૂર્યકુમાર યાદવની 50 રનની શ્રેષ્ઠ ઈનિગ્સનાં દમ પર ભારતે શ્રીલંકાને 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા સૂર્યકુમારે 34 બોલમાં પાંચ ચોક્કા અને બે છક્કાની મદદથી 50 રનનાં દમ પર 20 ઓવરમાં પાંચ વિકેટે 164 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી દુષ્મંથા ચમીરા અને વનિંદુ હસારંગાએ બે-બે વિકેટ ઝડપી હતી, જ્યારે શ્રીલંકા તરફથી ચમીકા કરુણારત્નેએ એક વિકેટ લીધી હતી. ભારતે આ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં પૃથ્વી શો અને વરૂણ ચક્રવર્તીનો સમાવેશ કર્યો હતો, જેમણે આ મેચથી ડેબ્યુ કર્યું હતું. જોકે, પ્રથમ બોલ પર ખાતું ખોલ્યા વિના પૃથ્વી શો તેની પહેલી મેચમાં જ આઉટ થઈ ગયો હતો. આ પછી સંજુ સેમસનની સાથે સુકાની શિખર ધવને ઇનિંગ્સ સંભાળી લીધી અને બંને બેટ્સમેન વચ્ચે બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી થઈ હતી.

Tokyo Olympic 2021 / ભારતને ટેનિસમાં મળી નિરાશા, સાનિયા મિર્ઝા અને અંકિત રૈનાની જોડી પહેલા રાઉન્ડમાં થઇ બહાર

જોકે, સંજુ સેમસન 20 બોલમાં બે ચોક્કા અને એક છગ્ગાની મદદથી 27 રન બનાવીને બીજા બેટ્સમેનનાં રૂપમાં આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ શિખર ધવન અને સૂર્યકુમારે ભારતીય ઇનિંગ્સ આગળ ધપાવી અને ત્રીજી વિકેટ માટે 62 રન જોડ્યા. પરંતુ શિખર ધવન અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો અને તે 36 બોલમાં ચાર ચોક્કા અને એક છક્કાની મદદથી 46 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમારે ફરીથી આગેકૂચ કરી હતી અને બેટિંગ દરમ્યાન અડધી સદી ફટકારી હતી. પરંતુ અડધી સદી ફટકાર્યા બાદ તે વધુ સમય સુધી ક્રિઝ પર રહી શક્યો ન હતો અને તે આઉટ થઉ ગયો હતો. આ પછી હાર્દિક પંડ્યા (10) પણ ચમીરાનાં બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. અંતે ઈશાન કિશન અને કૃણાલ પંડ્યાએ ભારતીય ઇનિંગ્સને થોડી ગતિ આપી. કિશન એક ચોક્કા અને એક છક્કાની મદદથી 14 બોલમાં 20 રન બનાવીને અણનમ રહ્યો અને કૃણાલે ત્રણ બોલમાં ત્રણ રન બનાવ્યા.